લેખક : જય વસાવડા
વાસણો હજુ સિન્કમાં પડ્યા છે.
મેલાં કપડાંનો ગંજ ખડકાઈ ગયો છે.
જાણે આખો દિવસ
સડસડાટ ઉડી ગયો છે.
મેં આજે કરવા જેવા કામોની યાદી બનાવી હતી.
મારે ‘ટુ ડુ’ લિસ્ટ અનુસરવાનું હતું.
પણ બીજા ય એવા કેટલાક કામ હતા,
જેમાં ય મારે ઘ્યાન આપવાનું હતું.
જેમ કે, મારા બાળકના ચહેરા પર સ્મિત ખીલવવું.
મારું બચ્ચું ડગુમગુ દોડતું આવે મારી બાંહોમાં !
અને તમામ જોખમોથી પોતે સલામત હોવાનો હાશકારો કરે.
એને ય પથારીમાં લઈ રમાડું,
અને એને પ્રિય વાર્તા વાંચી સંભળાવું,
અદ્ભુત ચમત્કાર ઝગમગી રહે,
અને રોજીંદા કામો બાજુએ રહી જાય…
એ આમ પણ અગત્યના નહોતા.
કારણ કે આજે હું બહુ જ વ્યસ્ત હતી –
મારા બાળકને વ્હાલ કરવામાં !
સાબ્રીના ટેલરની આ કવિતા મૂળ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતરી, એવું કહેવું અર્ધસત્ય છે. કારણ કે લાગણીઓ ભાષાની મોહતાજ હોતી નથી. એમ તો મે મહિનામાં બીજા રવિવારના નાતે ‘મધર્સ ડે’ પણ આ વરસમાં ૮મી મેએ પસાર થઈ ગયો પણ એના પર લાદેનના ન્યુઝ છવાઈ ગયા !
પણ લાદેનને ય મા તો હોય જ ને !
* * *
આગળ વાંચવા અનાવૃત પર ક્લિક કરો.
મમ્મીઓ સિંગલ નથી હોતી, જીંગલ હોય છે, પાગલ હોય છે, ઢીંગલ હોય છે અને સાથે સાથે રીંગણ પણ હોય છે, ખબર નહી એનું એકનું જ શાક કેમ બનાય બનાય કરે છે 🙂
સાથે સાથે ઘણીવાર તોફાન વધી જાય તો જીંગલની સાથે સાથે જંગલી અને વેલણી પણ બની જાય છે. ( આવું હું નહી રાજકુમાર ફોન કરીને કે’તો તો… )
જે હોય તે, We ♥ Our Mothers 😉
😉
સવાલ: સ્ત્રીનું સહુથી વધુ શક્તિ પ્રદર્શન કઈ ભૂમિકા દરમ્યાન જોવા મળે છે?
જવાબ: માતા તરીકેની
સ્ત્રી પોતાના જીવનની અન્ય કોઈ પણ ભૂમિકામાં થાકી ને બેસી જઈ શકે છે. પણ એક માતા તરીકે સ્ત્રીને ક્યારેય થાક નો અનુભવ થતો જ નથી.
મજાક ને બાજુ પર મુકીએ તો ખરેખર એક માં જેટલું બલીદાન છોકરાઓ માટે ભાગ્યે જ કોઈક આપતું હશે. તે ગમે તેટલી થાકેલી હોય પણ છોકરાઓ માટે કામ કર્યે જ જાય છે અને એ પણ હસતું મોઢું રાખીને.
☺ હવે મજાકને બાજુ પરથી ઉપાડીને પાછા હાથમાં લઈ લઈએ.
એક માતા તરીકે સ્ત્રીને ક્યારેય થાક નો અનુભવ થતો જ નથી એ તમારી વાત સાવ સાચી પણ…. જંગલી અને વેલણી બનીને શક્તિ પ્રદર્શન કરે એ વખતે તો થોડોક થાક ખાવો જોઈએ કે નહી?? ☺
આપણાં જેવા બાળકો હોય તો હાથમાં વેલણ તો લેવું જ પડે ને? એમ થાકી ગયે થોડું ચાલે? નહીતર બાળક ને બગડતા વાર નથી લાગતી 😉