ચાલો આજે બિહાર ની સફરે…..
કેમ લાલુ પ્રસાદ યાદ આવી ગયા ને?
કે પછી બોધીગયા યાદ આવી ગયું?
પણ ના, આજે આ કોઈની વાત નથી કરવી.
આજે વાત કરવી છે બિહારની પ્રસિદ્ધ કળાની એટલે કે — મધુબની આર્ટ કે જે મીથીલા આર્ટ પણ કહેવાય છે.
પરંપરાગત રીતે આ પેન્ટિંગ ગાર-માટીની બનાવેલી દીવાલો, ઝુપડી પર તેમજ જમીન પર કરવામાં આવતા હતા. પરંતુ સમય જતા આજે હવે કપડા પર, કેનવાસ પર તેમજ કાગળ પર પણ કરવામાં આવે છે.
આ કળામાં મુખ્યત્વે ચોખાના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે.
આ પેન્ટિંગ માં ભૌમિતિક આકારો નો ઉપયોગ વધારે થાય છે
આ કળા માટે કહેવાય છે કે આમ તો આ કળા વર્ષોથી અસ્તિત્વમાં હતી. પણ એને એક આગવી ઓળખ મળી 1970માં કે જયારે ભારતના રાષ્ટ્રપતિના હાથે શ્રીમતી જગદંબા દેવીને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો.
તેમની સાથે એવોર્ડ મેળવવામાં અન્ય નામ પણ સામેલ છે જેમ કે, સીતા દેવી , મહાસુન્દરી દેવી, ગોદાવરી દત્ત, ભારતી દયાલ અને બુઆ દેવી. (બધી જ સ્ત્રીઓ …. 🙂 )
આ બધી સ્ત્રીઓમાં ભારતી દયાલનું નામ ઘણી ઉભરી આવે છે.
તેમના બનાવેલા પેન્ટિંગ નું પ્રદર્શન 2014માં બ્રુસેલ્સ ખાતે આવેલા Museum of Sacred Arts માં World Conference of Religions માં થવાનું છે.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥