જલ્સા કર બાપુ જલ્સા કર !!!

મારા એક બહેનને એમના બોસનું બહુ ટેન્શન કે ક્યાંક રીપોર્ટમાં ભુલો કાઢશે તો વગેરે વગેરે… અને હોવું પણ જોઈએ હોં.
એટલે કાલે હું તેમનું ટેન્શન હળવું કરવાની કોશીષ કરતો તો એવામાં દેવાંગભાઈ પટેલનું આ ગીત અચાનક જ યાદ આવી ગયું. આ ગીત એવું છે જે સાંભળીને બે ઘડી ટેન્શન ઓછું થઈ જાય છે. અને જો સમજી જાવ તો તો પછી ક્યારેય ટેન્શનનો સવાલ જ નથી રહેતો.
તો આ ગીતના Lyrics મારા બહેન માટે અને તમારા માટે પણ.
અરે ભઈ, Pause કરી કરીને બહુ મહેનતથી લખ્યા છે , ન ગમે તો ખોટે ખોટે પણ Like ઉપર વજન આપશો તો કંઈ દુબળા નહી પડી જાવ. દર વખતે તો ભઈ કોપી-પેસ્ટ ના કરાય ને, પપ્પા ખીજાય 🙂

Continue reading “જલ્સા કર બાપુ જલ્સા કર !!!”

તથ્ય અને સત્ય

 

તથ્યને સત્ય માનવાને કારણે કેટલીક ભ્રાંતિઓ સર્જાઇ છે. વ્યક્તિ પાસે એનો આગવો અભિગમ, પોતીકી વિચારધારા અને સંસારવ્યવહારના અનુભવોમાંથી તારવેલું નવનીત હોય છે. પોતાની નજરે જગતને જોઇને મેળવેલા દર્શનમાંથી એને જે સાંપડે છે તે તથ્ય છે, સત્ય નહીં. એ પ્રાપ્ત કરેલાં તથ્યને સત્ય માનવા જાય તો ઘણી મોટી ભૂલ કરી બેસે છે.

 વ્યક્તિ ઘણી વાર આવાં તથ્યને આધારે જીવનઘડતર કરતી હોય છે અને એથીય વિશેષ સ્વજીવનનો માર્ગ નિર્ધારિત કરતી હોય છે, પણ એ ભૂલી જાય છે કે તથ્ય સાથે તમારી ધારણાઓ, માન્યતાઓ, અને ખ્યાલો અનુસ્યૂત હોય છે, જ્યારે સત્ય તદ્દન ભિન્ન છે.

તથ્ય આજે સ્વીકાર્ય હોય, તે આવતી કાલે અસ્વીકાર્ય બની શકે છે. એક સમયનું તથ્ય બીજા સમયમાં લાગુ પાડી શકાતું નથી. આની સામે સત્ય એ શાશ્વત હોય છે. એમાં કોઇ પરિવર્તન આવતું નથી. તથ્ય સાથે આપણા પોતાનાં ખ્યાલો જોડાયેલાં હોય છે, જ્યારે સત્ય સાથે વ્યક્તિના કોઇ ખ્યાલો જોડાયેલા હોતા નથી. આમ તથ્ય એ માનવબુદ્ધિની નીપજ છે, જ્યારે સત્ય એ પરમાત્માની દેન છે.  

——————–

સંપૂર્ણ લેખ વાંચવા પારિજાતનો પરિસંવાદ પર ક્લિક કરો.