તારું મને
હંમેશ
આમ અલપ ઝલપ મળી
ને જતા રહેવું
તે જોઇને
ઘણીવાર એમ થાય છે કે
તને મારા હૃદયમાં
ફીટ કરી દઉં
જેથી તું ક્યાય જાય જ નહિ
પણ સાથે
એવો વિચાર પણ આવી
જાય છે કે
મારું તને ફીટ કરવું
કદાચ તારા મારી પ્રત્યેના
પ્રેમને
ગુંગળાવી મારશે
ને પછીના તારા અબોલા
અસહ્ય હશે…..
ચાલ જવા દે,
તું તો ઉડતું પંખી છે
તને તારું ગગન મુબારક
મારે તો બસ તું મારી ડાળ પર આવીને બેસે
તેવી અલપ ઝલપ મુલાકાત જ
બસ છે……