ટૅન્શન અને દુશ્મનો ઘટાડો… વધારો નહિ

લેખક : અશોક દવે

આજે સાવ ઢંગધડા વગરની છતાં વળી સૂઝી ગઇ, એવી બે-ત્રણ વાતો કરવી છે. (આ વાક્યમાં તમને ‘આજે’ શબ્દ ખૂંચે તો કાઢી નાંખજો. ‘તમારે માટે એ ક્યાં નવું છે,’ એવું કોઈ કહે તો હું ય ખોટું લગાડવાનો નથી… તમે ય ન લગાડશો… ‘નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક…’)

આપણને ચાહનારા કરતા આપણને નફરત કરનારાઓની સંખ્યા બેશક મોટી હોય છે. એમાં ય ચાહનારાઓમાંથી સાચા કેટલાં, એની ય આપણને જાણ હોય છે ! પણ, નફરત કરનારાઓ બધા ડૅન્જરસ નથી હોતા કે એ લોકો આપણું બગાડતાં ય નથી હોતા-બસ, આપણું કાંઈ સારું જોઇ ન શકે… એ એમની ય કેટલી લાચારી હશે ? ભગવાન એમનો ય ના થયો ને ?

બીજો લૉટ નાનો પણ ડેન્જરસ છે. સક્રીય બનીને આપણું ખેદાન-મેદાન કરવા એ લોકો આમાદા હોય છે અને આપણે ય વખત આવે દુનિયા આખી સાફ કરી નાંખીએ, એવા જ ખતરનાક છીએ. એવું દુશ્મોને બતાવી આપવા, સારા કામો પડતા મૂકીને દુશ્મનોને સીધા કરી નાંખવાના પ્રોજેક્ટમાં ઉતરી જઇએ છીએ. કઇ કમાણી ઉપર આપણને આટલું જોર આવે છે. એની તો આપણ ને ય જાણ હોતી નથી. પણ એક વખત તો એ લોકોને સીધાં કરી જ નાંખવા છે. એ ઝનૂન બતાવ્યાં વિના રહેવાતું નથી… વાસણ તો ઠીક, ઝનૂન પણ પડ્યું પડ્યું કટાઈ જાવું ન જોઇએ ! કોમેડીની વાત એ છે કે, જેણે આપણું જીવન હરામ કરી નાંખ્યું છે, એ બધા તો લીલાલ્હેર કરે છે ને આપણે કેવા દુઃખી થયા છીએ, એ જોઇને સુપર-લીલાલ્હેર કરવા માંડે છે… વેર લેવાનું જૂનુન બતાવીને આપણે સામે ચાલીને એ લોકોને વઘુ ખુશ કરી દઇએ છીએ… આપણા જેવા મુરખ તો દિલ્હીમાં ય નથી બેઠાં… ! બને ત્યાં સુધી ટેન્શનો કે દુશ્મનો ઓછા કરો. એ વધારવા માટે તમારે જાતે મહેનત કરવી પડે એમ નથી-એ માટે તમારા ઘણાં સગાં અને મિત્રો તૈયાર છે. તમારું એક કામ તો એ લોકોને કરવા દો !

ઘણાં લોકોને દાઝ એ વાતની ચઢે છે કે, મારાથી બીજું બઘ્ઘું સહન થાય પણ, જઠ્ઠું સહન ન થાય. કેમ જાણે બીજા બધાં તો રોજ સવારે ઉઠીને ગઇકાલે ટોટલ જુઠાણાઓ સહન કરવાની મઝા આવી, એનાં ગીતો ગાઈને દિવસ શરૂ કરતા હશે ! જે લોકો બીજાં ઉપર અત્યાચાર કરે છે. એ પોતાની ઉપર કેમ સહન નથી કરી શક્તા ? ‘કારણ કે, આમાં અમારો કાંઈ વાંક નથી, માટે !’ જે દિવસે માણસ પોતાનો વાંક પકડશે, એ દિવસથી એને જગતમાં કોઈને માટે ફરિયાદ નહિ રહે.

આગળ વાંચવા http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20010919/guj/supplement/bapor.htmlપર ક્લિક કરો.