ઈલેકટ્રોનિક કાગળ અને ડિજીટલ શાહી…!

લેખક : જય વસાવડા

તમે એક મસ્ત મજાનું ટી-શર્ટ પહેર્યું છે. ટી-શર્ટ પર એક ફક્કડ રંગીન ચિત્ર અને મસ્તીભર્યું લખાણ છે. થોડા સમય પછી એનાથી તમે બીજાઓ પણ ‘બોર’ થઈ જાય છે. હવે જો તમને કોઈ એવું ટી-શર્ટ મળે કે પહેર્યા પછી કલાકે કલાકે અથવા તમે ઈચ્છો ત્યારે તેના પરનું કલરફૂલ ચિત્ર અને લખાણ બદલાતું રહે, તો?

આપણી આજુબાજુ અનેક ચીજો એવી છે, જે પહેલી નજરે આપણને ઉપયોગી કે ઉત્તમ લાગી હોઈને આપણે રાખી છે. દીવાલ પરના કેલેન્ડર, પોસ્ટર, સાઈનબોર્ડ, કોઈ ગમતું સુવાકય, ચિત્ર વગેરે વગેરે. ધીરે ધીરે એ બદલાવવાની ઈચ્છા થાય છે. ‘ચેન્જ’ માટે જૂનુ પોસ્ટર કે પાટિયું કાઢી ત્યાં નવું લગાડવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. આવું જ છાપા-મેગેઝીનો- પુસ્તકોની બાબતમાં છે. એક પુસ્તક વાંચી લીધા પછી કે અખબાર પર નજર નાખી લીધા પછી એ સામાન્ય રીતે નકામું બની જાય છે. એની અંદરનું લખાણ- શબ્દો- અક્ષરો- સંદેશા ‘ફિકસ્ડ’ છે. નવા મેસેજ માટે નવું જ પુસ્તક કે છાપું લઈ આવવું પડે છે. ધારો કે, તમને એવી બૂક કે ન્યૂઝપેપર મળે, જે એકવાર ખરીદ્યા પછી બીજી વાર ખરીદવું ન પડે- પણ માત્ર દરરોજ કે દર કલાકે કે મરજી મુજબ તેની અંદરનો ‘મસાલો’ ફરી જતો હોય કે ‘અપડેટ’ થઈ જતો હોય તો?

આગળ વાંચવા સ્પેકટ્રોમીટર પર ક્લિક કરો.