મધર મેરી : માતૃશક્તિની ભક્તિ !

લેખક : જય વસાવડા

 

 

 

  

આપણે ખ્રિસ્તી કેલેન્ડર એટલી હદે અપનાવ્યું છે, કે ખ્રિસ્તી નવા વર્ષની ચહલપહલ ફરજિયાતપણે આવે જ. ખ્રિસ્તીઓ પણ મિડિયાને લીધે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં બે નામોને અચૂકપણે યાદ કરે. એક તો જિસસ ક્રાઇસ્ટ અને બીજા સાન્તાક્લોઝ. ખ્રિસ્તી ભક્તિનું ત્રીજું શ્રદ્ધાકેન્દ્ર બિનખ્રિસ્તીઓ સુધી ભારતમાં એટલું ગાજ્યું નથી. એ છે વર્જીન મેરી ઉર્ફે મધર મેરી.

૧૪ વર્ષની એક પવિત્ર કિશોરીને સ્વર્ગમાંથી ઉતરેલા ફિરસ્તા ગેબ્રિયલે પૂછયું ‘તું ઈશ્વરને સમર્પિત થઇશ?’ અને મેરીએ હા પાડતાં પાછળથી ઈશ્વરના પુત્ર (સન ઓફ ગૉડ) જેવા ઈસુનું ગર્ભાધાન રહ્યું. બેથેલહેમની ગમાણમાં પાછળથી મેરીએ એના પતિ જાૅસેફની હાજરીમાં જે બાળકને જન્મ આપ્યો એ ‘જોશુઆ’, જે પછીથી જિસસ તરીકે જગપ્રસિદ્ધ બન્યો ફિનિશ!

બાઈબલના ન્યુ રેસ્ટામેન્ટમાંથી પણ મેરી વિશેની વાતો તારવો તો એફોર સાઇઝના (સાડા આઠ બાય અગિયાર ઈંચના) એક કાગળમાં સમાઇ જાય! ખરેખર તો બીજી સદીમાં લખાયેલી મનાતી ‘બૂક ઑફ જેમ્સ’માંથી જ મેરીને લગતી દંતકથાઓ જન્મી છે, જેની કોઇ ઐતિહાસિક સાબિતીઓ ભાગ્યે જ મળે છે. ઈ.સ. ૪૩૧માં કાઉન્સિલ ઑફ ઈફેસસ દ્વારા એને ‘સેલિબ્રિટી સ્ટેટસ’ મળ્યું. છેલ્લાં ૧૫૦ વર્ષમાં રૉમન કેથોલિક ક્રિશ્ચિયાનિટીના પાટનગર ગણાતા વેટિકને મધર મેરી ‘વર્જીન’ મેરી જ છે, અને સદેહે સ્વર્ગે ગયાં છે – એ માન્યતાને સત્તાવાર રીતે અધિકૃત ઠરાવી છે. વર્તમાન પોપ જોન પોલ બીજા તો વર્જીન મેરીના પરમ ભક્ત છે. ૧૯૮૧માં એમના પર થયેલા ખૂની હૂમલામાં માતા મેરીના પ્રતાપે જ એમનો ચમત્કારિક બચાવ થયો હોવાનું એ માને છે!

 ***

આગળ વાંચવા લિંક પર ક્લિક કરો.

દિલ આજ શાયર હૈ

 

 

દિલ આજ શાયર હૈ, ગમ આજ નગમા, શબ યે ગઝલ હૈ સનમ

ગૈરો કે શેરો કો ઓ સુનનેવાલે હો ઇસ તરફ ભી કરમ

આકે ઝરા દેખ તો તેરી ખાતિર હમ કિસ તરહ સે જીયે – ૨

આંસુ કે ધાગે મેં સીતે રહે હમ જો ઝખ્મ તુને દિયે

ચાહત કી મેહફીલ મેં ગમ તેરા લેકર કિસ્મત સે ખેલા જુઆ

દુનિયા સે જીતે પર તુઝસે હરે યું ખેલ અપના હુઆ…….

યે પ્યાર હમને કિયા જિસ તરહ સે ઉસકા ન કોઈ જવાબ – ૨

ઝર્રા થે લેકિન તેરી લૌ મેં જલકર હમ બન ગયે આફતાબ

હમ સે હૈ ઝીંદા વફા ઔર હમ હી સે હૈ તેરી મેહફીલ જવાં

જબ હમ ન હોંગે તો રો રો કે દુનિયા ઢુંઢેગી મેરે નિશા……..

યે પ્યાર કોઈ ખીલોના નહિ હૈ હર કોઈ લે જો ખરીદ – ૨

મેરી તરહ ઝીંદગી ભાર તડપ લો ફિર આના ઇસ કે કરીબ

હમ તો મુસાફિર હૈ કોઈ સફર હો હમ તો ગુઝર જાયેંગે હી

લેકિન લગાયા હૈ જો દાવ હમને વો જીતકર આયેંગે હી……