જરૂરી વાત

 

આપણું બાળક જયારે મોટું થઇ જાય ત્યારે આપણે તેના લગ્ન કરાવી દઈએ છીએ. તેને સુખી કરવા માટે. ક્યારેક એવું બને છે કે લગ્નજીવન દરમિયાન કોઈ નાની અમથી વાત પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. અને પછી સર્જાય છે વાદ-વિવાદ અને અંતે બંને છુટા પડી જાય છે.

જો આવી પરિસ્થિતિ ઉભી ના થવા દેવી હોય તો…

મારા મત પ્રમાણે આપણે જયારે બાળકને લગ્ન માટે તૈયાર કરીએ છીએ ત્યારે

જો દીકરો હોય તો તેને સમજાવવું જોઈએ કે — કોઈની બહેન કે દીકરીને લાવી ને તેની જાળવણી કરતા શીખે. આખરે તો તે દીકરાની પાછળ જ આવી છે.

જો દીકરી હોય તો તેને સમજાવવું જોઈએ કે — જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેનો તટસ્થતાથી સામનો કરી શકે.

એક અનુભવ

 

નાના હતા ત્યારે માતા-પિતા ની કોઈ વાત પર ખોટું લાગી જતું. ઘણીવાર એમ પણ લાગતું કે તેઓ ખોટા છે. મારી ફિકર છે જ નહિ. (ભલે માતા-પિતા સામે ના બોલી શકીએ પણ મનમાં તો એવો વિચાર આવી જ જાય.)

આજે મોટા થયા પછી ખબર પડે છે કે માતા-પિતા ની લગભગ ૯૫% વાત સાચી જ હતી.

માત્ર હું જ નાસમજ હતી. 🙂

ભવિષ્યમાં મારે પણ તૈયારી રાખવાની જ છે. 🙂