ફ્રી ડાઉનલોડ્સના વાવાઝોડામાં વિડિયો લાયબ્રેરી કેટલા વર્ષ કાઢશે ? આ બઘું હવે વઘુ દિવાળી જોઈ નહિ શકે !

લેખક :  જય વસાવડા

દિવાળીમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટેમ્સના શોપિંગ માટે લલચામણી ઓફર્સથી અખબારી પાનાઓ ભરાતા હતા, ત્યારે જ સમાચાર ટપક્યા. એક જમાનાનું મનલુભાવન લોકલાડીલું વોકમેન જાહેરાતને બદલે અવસાન નોંધમાં પ્રગટ્યું. સોની કોર્પોરેશને આઇપોડ પણ આઉટડેટેડ લાગે તેવા મોબાઇલ મ્યુઝિકના યુગમાં વોકમેનનો વાવટો સંકેલી લીધો. આ કબ્રસ્તાન આમ પણ ખીચોખીચ ભીડથી ઉભરાય છે. થોડા સમય પહેલા કોડાક કોર્પોરેશને ડિજીટલ ફોટોગ્રાફીના યુગમાં નેગેટીવવાળી ફિલ્મની અંતિમવિધિ કરી નાખી હતી એ પહેલા ફ્લોપી ડિસ્કને બાય બાય કહી દેવાયું હતું. રાઉન્ડ ડાયલવાળા ટેલિફોન તો ક્યારના ય રામશરણ થઈ ગયા છે. ઓડિયો કેસેટ તો શું, એના પ્લેયર પણ લુપ્ત થઈ ચૂક્યા છે. ટાઇપરાઇટર્સ પણ કમ્પ્યૂટર યુગમાં કોફિનમાં સીધાવી ચૂક્યા છે,અને બસંતીના ટાંગાઓ પણ !

આગળ વાંચવા માટે

http://jayvasavada.wordpress.com/2011/02/21/%e0%aa%ab%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a1%e0%aa%be%e0%aa%89%e0%aa%a8%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a1%e0%ab%8d%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%9d%e0%ab%8b%e0%aa%a1/ 

પર ક્લિક કરો.