ફેરવેલ કોમરે!…રેડ,મેડ,બેડ!

લેખક : જય વસાવડા

‘‘જો તમે વીસ વરસની ઉંમરે સામ્યવાદી હો, તો માની લેજો કે તમારી પાસે દિલ નથી, અને જો ત્રીસ વરસની ઉંમરે પણ તમે સામ્યવાદી હો-તો નક્કી તમારી પાસે દિમાગ નથી !’’
સામ્યવાદ ઉર્ફે કોમ્યુનિઝમ ઉપરનું આ ક્લાસિક ક્વૉટ જગમશહૂર છે. ટીનએજમાં, ગદ્ધાપચ્ચીસીની ઉંમરમાં છોકરા-છોકરીઓ સ્વપ્નિલ હોય છે. એમને હવાઓમાં ગીતો સંભળાય છે, એમની આંખોમાં સપનાઓ સંતાકૂકડી રમતા હોય છે. આવી ઇમોશનલ ઘુમ્મસમાં તરવાની ઉંમરે એમને ગરીબો, શોષિતો, વંચિતો, પીડિતોના હક માટે ક્રાંતિ કરવાની વાતો ખળભળાવી ન નાખે, તો જ નવાઈ ! જેમ દર ત્રીજી છોકરી ગર્લફ્રેન્ડ લાગે ને દર ચોથો છોકરો બોયફ્રેન્ડ લાગે એવી તરલ-ચંચલ ઉંમર હોય છે, લાગણીઓની ભરતી-ઑટની ! પણ પછી માણસના હોર્મોન્સ જરા સ્થિર થાય, એ મેચ્યોર બને. અનુભવે એની બુદ્ધિ ઘડાય. એ ખ્વાબોના બાદલમાંથી હકીકતની ધરતી પર પટકાય. ત્યારે એમને સમજાય કે આવી ડાહીડાહી વાતો તો માણસજાત હજારો વર્ષોથી કરતી આવી છે ! પણ જેમ જોડકણાનો વરસાદ કદી ઘેબરિયો પરસાદ ખાતો નથી, જેમ આકાશના તારા કદી ગજવે ભરાતા નથી-એમ સામ્યવાદથી ક્યારેય ગરીબી દૂર થતી નથી ! માટે થોડાક પુખ્ત, પરિપકવ, સમજદાર, શિક્ષિત, અનુભવી થયા પછી પણ જો તમે સામ્યવાદનું પૂંછડું પકડી રાખ્યું હોય તો તમારામાં અક્કલ નથી, એ નિશ્ચિત જાણવું !

આગળ વાંચવા અનાવૃત્ત પર ક્લિક કરો.