પુસ્તકની અનોખી કળા

 

 

આજ સવાર સુધી હું પુસ્તક માટે એમ જ સમજતી હતી કે તે માત્ર વાંચવાના ઉપયોગમાં જ આવે છે.

પણ આ વેબસાઈટ જોતા મને એવું લાગ્યું કે તેના બીજા પણ ઉપયોગ છે. જેને “બૂક આર્ટ” કહે છે.

આપેલ લિંક પર ક્લિક કરવાથી તમે પણ માણી શકશો  “બૂક આર્ટ

લિંક ૧

લિંક ૨

લિંક ૩

 

બાળકને માત્ર બાળક તરીકે રહેવા દો…

બાળક…..

જયારે દુનિયામાં પ્રથમ શ્વાસ લે છે કે પ્રથમ વાર આંખ ખોલે ત્યારે આજુબાજુ ઉભેલા સૌ કોઈ તેને કહેશે

 “તું તો મમ્મી જેવું કે પપ્પા જેવું કે દાદા જેવું કે દાદી જેવું દેખાય છે.

થોડું મોટું થઇ ને સ્કુલ માં જવાનું શરુ કરે એટલે અન્ય બાળકો સાથે તેની સરખામણી શરુ કરી દે છે.

આમ ડગલેને પગલે રોજ (દિવસમાં એકાદવાર તો ખરું જ)  આપણાં પોતાના બાળકની સરખામણી કોઈક ને કોઈકની સાથે કરીએ છીએ.

ઘણીવાર આ બધું જોઇને એવા વિચાર આવે કે —

– શું આપણને આપણાં બાળકથી સંતોષ નથી?

– આપણું બાળક જેવું છે તેવું આપણે તેનો સ્વીકાર કરવા કેમ તૈયાર નથી?

– શા માટે આપણે તેને કોઈક એક બીબામાં જ ઢાંળવું  છે?

નાનપણથી જ આવી સરખામણી શીખતું બાળક મોટું થઈને પોતે પણ માતા-પિતાની સરખામણી અન્ય માતા-પિતા સાથે કરવા લાગે છે. અને ત્યારે પોતાના માતા-પિતા માટેનું માન ક્યારેક ખોઈ બેસે છે.

પછી સરવાળે મોટાભાગના માતા-પિતા ફરિયાદ કરતા જોવા મળે છે કે મારું બાળક બદલાઈ ગયું છે. એ અમારું ધ્યાન નથી રાખતું. અમારા કહ્યા માં નથી. વગેરે વગેરે…..

શું આપણે થોડી કાળજી લઈને બાળકને માત્ર એક અલગ બાળક ની જેમ ના જોઈ શકીએ!!!

એની સરખામણી કે તુલના ના કરીએ તો?

હાથની પાંચેય આંગળીઓ સરખી તો નથી હોતી ને?

બાળકને માત્ર બાળક રહેવા દો, એની કોઈની સાથે સરખામણી ના કરશો.