મેં વાંસળી વગાડી

લેખક : અશોક દવે

જીવનમાં બીજું કાંઇ નહિ તો એકાદું વાજિંત્ર વગાડતાં આવડવું જોઇએ, એમ હું માનું છું, પણ હું જે માનું છું એ મારા ઘરમાં ય કોઇ માનતું નથી એટલે પોણા ભાગનો સમાજ વાજીંત્ર વગાડ્યા વિનાનો રહી જાય છે. હા, જેને શીખવાની ધગશ છે એ લોકો પોતાના બાળકોને વાજીંત્ર ગણી લઇને સંગીત શીખ્યાનો આનંદ માણે છે, પણ એ ખોટું છે. ‘‘સંગીતની દુનિયામાં તમારું આગવું સર્જન શું ?’’ તો કહેશે, ‘‘બસ…આ ત્રણ બાળકો…’’ આવો જવાબ ન ચાલે. ઢોલક-તબલાંની માફક બાળકો કાંઇ વગાડવાની ચીજ નથી.

મારે પણ સમાજને કાંઇક આપવું હતું એટલે બાળકોવાળો કાર્યક્રમ પૂરો થઇ ગયો, એટલે સંગીતની દુનિયાને સારા સંગીતની ભેટ આપવી, એમ સમજીને મેં કોઇ વાજીંત્ર શીખવાનો નિર્ણય લીધો.

અન્ય વાજીંત્રો કરતા મને વાંસળી વઘુ ગમે છે, એના થોડાં કારણો છે. રાજ કપૂર ફિલ્મ ‘સંગમ’માં ઍકોર્ડિયન વગાડે છે, પણ એમાં ઊભા ઊભા-વાંકચૂકા બહુ થવું પડે, એ મને ન ગમે. હું સીધો માણસ છું. બીજો ચાન્સ, મંદિરોમાં ડંડા લઇને નગારું વગાડતાં હોય છે, એ શીખવાનો હતો, મેં લાઇફમાં કદી કોઇની સાથે ઝીંકાઝીંક નથી કરી…..નગારામાં ડંડા લઇને બે હાથે મંડી પડવાનું હોય છે એટલે મને ફાવે એવું હતું, પણ એનો ભાવ ફાવે એવો ન હતો. સિતાર મને ગમે ખરી, પણ એ તો કોઇ પકડી રાખે ને મારે વગાડવાની હોય તો હું વગાડું, બાકી મારા હાથમાં તમે સિતાર સોંપો તો રણછોડરાયજીના મંદિરની બહાર કોઇ માંગણ બેઠો હોય એવું લાગે. તબલાં વગાડનારાઓને જોઇને મને હંમેશા હસવું જ આય આય કર્યું છે. તબલચીની બગલમાં બે વંદા (કોક્રોચ) ધૂસી ગયા હોય ને એ કાઢવા મથતો હોય એવું મને લાગ્યા કરે છે, એટલે એવું આપણાંથી ન શીખાય…! છી કહેવાય…!!

***

આગળ વાંચવા લિંક પર ક્લિક કરો.

WWW… SMS… 101.. etc !

લેખક : જય વસાવડા

ધારો કે, સમી સાંજે તમે કોફી શોપમાં બેસીને ફ્રેન્ડની રાહ જુઓ છો. ‘આઈ એમ વેઈટિંગ’નો એસએમએસ ટાઈપ કરો છો. ફ્રેન્ડનો જવાબ આવે છે- ‘નવા આઈપીઓમાં પૈસા ભરવા જવાના છે, એટીએમની લાઈનમાં છું. તું ટીપી કર’ તમે સામે રહેલા એલસીડી ટીવી પર નજર દોડાવો છો. એનડીટીવી પર ન્યુઝ આવે છે : ગુજરાત એટીએસ દ્વારા મુખ્યમંત્રીની હત્યાના કાવત્રાખોર એલઈટીના ત્રાસવાદીઓની ધરપકડ… આઈપીએલમાં એલબીડબલ્યુના નિર્ણયનો વિવાદ ટાળવા નવા સ્ટમ્પ કેમેરા રખાશે… આરએસએસ હિન્દુ આતંકવાદ શબ્દોને વખોડી રહી છે… એચઆરડી મિનિસ્ટર કપિલ સિબ્બલની યુપીએ ગવર્નમેન્ટને ટુજી સ્પેક્ટ્રમ મામલે હૈયાધારણ… બીજેપીની આઈઓસીના પેટ્રોલ ભાવવધારા સામે રેલી… સીબીઆઈના કર્ણાટક સીએમ હાઉસ પર દરોડા… વાયબ્રન્ટ ગુજરાતની સફળતાથી આકર્ષાયેલા એનઆરઆઈઓના હજારો કરોડના એમઓયુ…

તમે સેલફોનમાં જીપીઆરએસ ખોલીને એફબી સ્ટેટસ અપડેટ કરો છો. ત્યાં દોસ્ત આવી પહોંચે છે. તમે અકળામણ અને ઉશ્કેરાટભરી નજર કરો છો, અને એ કહે છે ”ચીલ બડી, એઈડ્સ થઇ ગયો હોય એવી નજર ન નાખ. મારી પાસે કંઇ બીએમડબલ્યુ નથી. સાદું ટીવીએસ છે. ને તું આ સીસીડીમાં ક્યાં છો, એ કંઇ જીપીએસથી ન શોધાય… વાર તો લાગે ને…”

* * *

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો.