દુલ્હન શરમા રહી હૈ

લેખક : અશોક દવે

‘‘રીક્ષાવાળાને સીઘું નારણપુરા ચાર રસ્તા કહેજો… બહુ બહુ તો ૧૫ રૂપિયા થશે સામે જ અમારો ફ્‌લેટ છે.’’

 …ઇન ફેક્ટ, છોકરી જોવા આવનારાઓ મારી વાઇફ હકીને જોવા નહોતા આવવાના, માલતીને જોવા આવવાના હતા. પણ નકશો બતાવવાનો હકીનો ઉત્સાહ એવો કે, છોકરાવાળાઓ જ નહિ, રીક્ષાવાળો પણ ભૂલો ન પડવો જોઈએ પછી ભલે બેમાંથી જેને જોઈ લેવો હોય એ જોઈ લેવાય. હકી જે રીતે તૈયાર થઈ હતી. તે જોતા ટેન્શનમાં માલતી આવી ગઈ હતી કે, પેલો મને જોવા આવવાનો છે કે, હકીને જોઈને ના પાડીને જતો રહેશે ? દેખાવ અને ઉંમરમાં બંને એકબીજાની ઝેરોક્સ લાગે છે. દેખાવ સરખો હોવાનું કારણ, બન્ને ફોઈ-ભત્રીજી થાય છે અને ઉંમરમાં એટલા માટે કે, માલતીની ઉંમર ૪૦ની છે અને એને પહેલીવારનું પરણવાનું બાકી છે, એટલે નાયરોબીથી ઇન્ડિયા આવી હતી. હકીને પહેલીવારનું પતી ગયું છે એટલે એના અનુભવનું ફૂલ નહીં તો ફૂલનું પાંખડું માલતીને કામમાં આવે તો આ મનખો દેહ કોઈ કામમાં આવ્યાનો સંતોષ થાય !

આગળનો લેખ વાંચવા http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20020417/guj/supplement/bapor.html ક્લિક કરો.