બળબળતી બપોર

 

 

ધોમ ધખતો તડકો

ને

બળબળતી બપોર

જાણે સુરજ ગગનથી

કરતો

અગ્નિવર્ષા

એવામાં જોયા

કઈ કેટલાય મજુરોને

કામ કરતા

“આહ” નીકળી ગઈ એક!!!

ફરિયાદ થઇ ગઈ!!! 

હે ભગવાન,

ધોધમાર વરસતો વરસાદ

ના આપી શકે તો કઈ નહીં

પણ

તેના  

હિસ્સે એક નાની શી વાદળી

તો આપ…

 

 

સમી સાંજનો સૂર્યોદય

 

 

 

સુંદર માહિતી આપતો લેખ

લેખ સબરસ ગુજરાતી પર છે. જેના લેખક દિગંબર સ્વાદિયા છે.

સમી સાંજનો સૂર્યોદય – દિગંબર સ્વાદિયા

આમાંથી પ્રેરણા લઈને કદાચ આપણે પણ નાના પાયે શરૂઆત કરી શકીએ.!!!

કમેન્ટ ત્યાં જ આપશો.