રીસેપ્શનના સ્ટેજ પર…

લેખક : અશોક દવે

લાંબી લાઇન રીસેપ્શનની લાગી છે. ધંધાધાપાને કારણે જે લોકો આખું વરસ બીજાઓને લાઇનમાં ઊભા રાખે છે, તેઓને અત્યારે પોતાને લાઇનમાં ઊભા રહેવું પડે છે. પાછળ તો વાઇફ ઊભી હોય એટલે કોઇ લાચાર ગોરધન એવો ન હોય કે, આવી મદમસ્ત લાઇનમાં ઊભા પછી વાઇફ સાથે વાતો કરીને પોતાની ઈમેજ બગાડે. એણે લાઇનમાં આગળ કે પાછળની કોઇ સારી સ્ક્રીપ્ટમાં દૂરબીન સૅટ કરી રાખ્યું હોય, ભલેને પોતે ડોહો થઇ ગયો હોય! ડોસીને ખબર બી ના હોય કે ડોહાનું લશ્કર ક્યાં લડી રહ્યું છે!

હાથમાં કાગળના કવરો કે સરસ રૅપ કરેલી ગિફ્‌ટ પકડીને લાચાર પતિ-પત્નીઓ લાઇનમાં ઊભા છે. લાઇન બહુ લાંબી છે. ધીમે ધીમે ખસે છે. સ્ત્રીની આગળ બીજી સ્ત્રી ઊભી હોય તો પેલી કેવું બૅકલૅસ બ્લાઉઝ પહેરીને આવી છે- સ્કીન સાથે જરાય મૅચ જ નથી થતું, એની ખણખોદ મનમાં ને મનમાં કરતી રહે.

આગળ વાંચવા માટે બુધવારની બપોરે પર ક્લિક કરો.