મળીશું એક વિરામ બાદ…..

મિત્રો,
અનિવાર્ય સંજોગોને કારણે હમણાં બ્લોગીંગ માંથી વિરામ લઇ રહી છું. લગભગ ૫ મહિના જેટલો. માટે ૨૯ ફેબ્રુઆરી થી ૨૧ જુલાઈ સુધી બ્લોગીંગ બંધ રહેશે. ત્યાર બાદ ફરીથી બ્લોગીંગ શરુ. :)
ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું.

Love life

 

This slideshow requires JavaScript.

 

Please click here to visit the link.

પુસ્તકની અનોખી કળા

 

 

આજ સવાર સુધી હું પુસ્તક માટે એમ જ સમજતી હતી કે તે માત્ર વાંચવાના ઉપયોગમાં જ આવે છે.

પણ આ વેબસાઈટ જોતા મને એવું લાગ્યું કે તેના બીજા પણ ઉપયોગ છે. જેને “બૂક આર્ટ” કહે છે.

આપેલ લિંક પર ક્લિક કરવાથી તમે પણ માણી શકશો  ”બૂક આર્ટ

લિંક ૧

લિંક ૨

લિંક ૩

 

બાળકને માત્ર બાળક તરીકે રહેવા દો…

બાળક…..

જયારે દુનિયામાં પ્રથમ શ્વાસ લે છે કે પ્રથમ વાર આંખ ખોલે ત્યારે આજુબાજુ ઉભેલા સૌ કોઈ તેને કહેશે

 ”તું તો મમ્મી જેવું કે પપ્પા જેવું કે દાદા જેવું કે દાદી જેવું દેખાય છે.

થોડું મોટું થઇ ને સ્કુલ માં જવાનું શરુ કરે એટલે અન્ય બાળકો સાથે તેની સરખામણી શરુ કરી દે છે.

આમ ડગલેને પગલે રોજ (દિવસમાં એકાદવાર તો ખરું જ)  આપણાં પોતાના બાળકની સરખામણી કોઈક ને કોઈકની સાથે કરીએ છીએ.

ઘણીવાર આ બધું જોઇને એવા વિચાર આવે કે —

- શું આપણને આપણાં બાળકથી સંતોષ નથી?

- આપણું બાળક જેવું છે તેવું આપણે તેનો સ્વીકાર કરવા કેમ તૈયાર નથી?

- શા માટે આપણે તેને કોઈક એક બીબામાં જ ઢાંળવું  છે?

નાનપણથી જ આવી સરખામણી શીખતું બાળક મોટું થઈને પોતે પણ માતા-પિતાની સરખામણી અન્ય માતા-પિતા સાથે કરવા લાગે છે. અને ત્યારે પોતાના માતા-પિતા માટેનું માન ક્યારેક ખોઈ બેસે છે.

પછી સરવાળે મોટાભાગના માતા-પિતા ફરિયાદ કરતા જોવા મળે છે કે મારું બાળક બદલાઈ ગયું છે. એ અમારું ધ્યાન નથી રાખતું. અમારા કહ્યા માં નથી. વગેરે વગેરે…..

શું આપણે થોડી કાળજી લઈને બાળકને માત્ર એક અલગ બાળક ની જેમ ના જોઈ શકીએ!!!

એની સરખામણી કે તુલના ના કરીએ તો?

હાથની પાંચેય આંગળીઓ સરખી તો નથી હોતી ને?

બાળકને માત્ર બાળક રહેવા દો, એની કોઈની સાથે સરખામણી ના કરશો.

2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

 

Here’s an excerpt:

The concert hall at the Syndey Opera House holds 2,700 people. This blog was viewed about 15,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 6 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

જરૂરી વાત

 

આપણું બાળક જયારે મોટું થઇ જાય ત્યારે આપણે તેના લગ્ન કરાવી દઈએ છીએ. તેને સુખી કરવા માટે. ક્યારેક એવું બને છે કે લગ્નજીવન દરમિયાન કોઈ નાની અમથી વાત પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. અને પછી સર્જાય છે વાદ-વિવાદ અને અંતે બંને છુટા પડી જાય છે.

જો આવી પરિસ્થિતિ ઉભી ના થવા દેવી હોય તો…

મારા મત પ્રમાણે આપણે જયારે બાળકને લગ્ન માટે તૈયાર કરીએ છીએ ત્યારે

જો દીકરો હોય તો તેને સમજાવવું જોઈએ કે — કોઈની બહેન કે દીકરીને લાવી ને તેની જાળવણી કરતા શીખે. આખરે તો તે દીકરાની પાછળ જ આવી છે.

જો દીકરી હોય તો તેને સમજાવવું જોઈએ કે — જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેનો તટસ્થતાથી સામનો કરી શકે.

એક અનુભવ

 

નાના હતા ત્યારે માતા-પિતા ની કોઈ વાત પર ખોટું લાગી જતું. ઘણીવાર એમ પણ લાગતું કે તેઓ ખોટા છે. મારી ફિકર છે જ નહિ. (ભલે માતા-પિતા સામે ના બોલી શકીએ પણ મનમાં તો એવો વિચાર આવી જ જાય.)

આજે મોટા થયા પછી ખબર પડે છે કે માતા-પિતા ની લગભગ ૯૫% વાત સાચી જ હતી.

માત્ર હું જ નાસમજ હતી. :)

ભવિષ્યમાં મારે પણ તૈયારી રાખવાની જ છે. :)

Our dear friend SALARY

 

 

(A forwarded mail by a friend.)

 

Words Managers use

 

 

મેનેજર કેવા શબ્દો વાપરે છે અને એનો અસલ સ્વરૂપ માં શું અર્થ થતો હોય છે તેના કેટલાક નમુના આપેલ લિંક પર છે.

તમે પણ માણો આવા શબ્દો

 

 

 

રંગબેરંગી માછલીઓ

 

રંગબેરંગી માછલીઓ….

ઘણી વાર આપણી કલ્પના માં પણ ના હોય તેવા રંગની માછલીઓ જોવા મળે છે.

ઘણી માછલીઓ કદમાં નાની તો ઘણી વિરાટકાય હોય છે.

નાના હતા ત્યારે વડીલોની સાથે એક્વેરિયમ જોવા જતા. અને માછલીઓ જોઇને એમાં ખોવાઈ જતા.

હવે મોટા થયા એટલે એક્વેરિયમ જોવા જવાનો સમય ના મળે એટલે તેને ઘરમાં લાવીને બેસાડી દીધા.  :)

અત્યારે વાસ્તુ માં એક્વેરિયમ નું મહત્વ હોવાને કારણે ઘણા ઘરોમાં એક્વેરિયમ જોવા મળે છે. સાથે એની સંભાળ અને દરકાર પણ એટલી જ લેવી પડે છે.

અત્યારે તો આ સ્લાઇડ શો માં જુદા જુદા એક્વેરિયમની મજા માણો.

 

This slideshow requires JavaScript.

Follow

Get every new post delivered to your Inbox.

Join 90 other followers