મેં વાંસળી વગાડી

લેખક : અશોક દવે

જીવનમાં બીજું કાંઇ નહિ તો એકાદું વાજિંત્ર વગાડતાં આવડવું જોઇએ, એમ હું માનું છું, પણ હું જે માનું છું એ મારા ઘરમાં ય કોઇ માનતું નથી એટલે પોણા ભાગનો સમાજ વાજીંત્ર વગાડ્યા વિનાનો રહી જાય છે. હા, જેને શીખવાની ધગશ છે એ લોકો પોતાના બાળકોને વાજીંત્ર ગણી લઇને સંગીત શીખ્યાનો આનંદ માણે છે, પણ એ ખોટું છે. ‘‘સંગીતની દુનિયામાં તમારું આગવું સર્જન શું ?’’ તો કહેશે, ‘‘બસ…આ ત્રણ બાળકો…’’ આવો જવાબ ન ચાલે. ઢોલક-તબલાંની માફક બાળકો કાંઇ વગાડવાની ચીજ નથી.

મારે પણ સમાજને કાંઇક આપવું હતું એટલે બાળકોવાળો કાર્યક્રમ પૂરો થઇ ગયો, એટલે સંગીતની દુનિયાને સારા સંગીતની ભેટ આપવી, એમ સમજીને મેં કોઇ વાજીંત્ર શીખવાનો નિર્ણય લીધો.

અન્ય વાજીંત્રો કરતા મને વાંસળી વઘુ ગમે છે, એના થોડાં કારણો છે. રાજ કપૂર ફિલ્મ ‘સંગમ’માં ઍકોર્ડિયન વગાડે છે, પણ એમાં ઊભા ઊભા-વાંકચૂકા બહુ થવું પડે, એ મને ન ગમે. હું સીધો માણસ છું. બીજો ચાન્સ, મંદિરોમાં ડંડા લઇને નગારું વગાડતાં હોય છે, એ શીખવાનો હતો, મેં લાઇફમાં કદી કોઇની સાથે ઝીંકાઝીંક નથી કરી…..નગારામાં ડંડા લઇને બે હાથે મંડી પડવાનું હોય છે એટલે મને ફાવે એવું હતું, પણ એનો ભાવ ફાવે એવો ન હતો. સિતાર મને ગમે ખરી, પણ એ તો કોઇ પકડી રાખે ને મારે વગાડવાની હોય તો હું વગાડું, બાકી મારા હાથમાં તમે સિતાર સોંપો તો રણછોડરાયજીના મંદિરની બહાર કોઇ માંગણ બેઠો હોય એવું લાગે. તબલાં વગાડનારાઓને જોઇને મને હંમેશા હસવું જ આય આય કર્યું છે. તબલચીની બગલમાં બે વંદા (કોક્રોચ) ધૂસી ગયા હોય ને એ કાઢવા મથતો હોય એવું મને લાગ્યા કરે છે, એટલે એવું આપણાંથી ન શીખાય…! છી કહેવાય…!!

***

આગળ વાંચવા લિંક પર ક્લિક કરો.