ગુરુ-શિષ્ય સંબંધ

 

ગુરુભક્તિનો મહિમા ખૂબ ગવાય છે, પરંતુ એની પાછળ પોતાના ગુરુની સર્વોપરિતાનો ખ્યાલ આવે તો એ ભક્તિની આંખો અંધ બની જાય છે. ગુરુ પ્રત્યે ગર્વથી જોનાર ગુરુનો સૌથી મોટો ઘાતક છે. ગુરુ પ્રત્યે મમત્વથી દોડનાર પરમાત્માનું ઘ્યેય ગુમાવે છે. દ્રષ્ટિ ગુરુ પર, પરંતુ લક્ષ્ય તો પરમાત્મા હોય – પરમાત્માનું લક્ષ્ય ચૂકાય તો સાધક ગુરુ પાસે અટકી જાય.

ગુરુ સાથેના સંબંધ વિશે એ વિચારવું જોઈએ કે મનથી ગુરુને પામવાનો પ્રયાસ કરનાર પોતાની સાધનામાં મોટી મુશ્કેલી સર્જે છે, ગુરુની સાથે મન કે મમત્વનો સંબંધ ન હોય. એની સાથે તો આત્માનો સંબંધ હોવો જોઈએ. મનનો સંબંધ વ્યક્તિને બાંધે છે, આત્માનો સંબંધ મુક્તિ આપે છે. મનનો સંબંધ માત્ર વર્તુળની ત્રિજ્યા આસપાસ ફર્યા કરે છે. આત્માનો સબંધ કેન્દ્રનો અનુભવ કરાવે છે. મનથી દોડતા મમતા બંધાશે અને પછી ગુરુ એ મુક્તિનું માઘ્યમ બનવાને બદલે મમતાનું બંધન બની જશે. મમત્વનો સબંધ એક બિંદુ પર સાધકને અટકાવી દેશે. આત્માનો સબંધ સાધનાના અંતિમ ઘ્યેયની સમીપ લઈ જશે.

સંપૂર્ણ લેખ ની લિંક : http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20020421/guj/supplement/parijaat.html