એ અંધેરે દેખ તેરા મૂંહ કાલા હો ગયા માં ને આંખે ખોલ દી, ઘર મેં ઉજાલા હો ગયા !

લેખક : જય વસાવડા

વાસણો હજુ સિન્કમાં પડ્યા છે.
મેલાં કપડાંનો ગંજ ખડકાઈ ગયો છે.
જાણે આખો દિવસ
સડસડાટ ઉડી ગયો છે.
મેં આજે કરવા જેવા કામોની યાદી બનાવી હતી.
મારે ‘ટુ ડુ’ લિસ્ટ અનુસરવાનું હતું.
પણ બીજા ય એવા કેટલાક કામ હતા,
જેમાં ય મારે ઘ્યાન આપવાનું હતું.
જેમ કે, મારા બાળકના ચહેરા પર સ્મિત ખીલવવું.
મારું બચ્ચું ડગુમગુ દોડતું આવે મારી બાંહોમાં !
અને તમામ જોખમોથી પોતે સલામત હોવાનો હાશકારો કરે.
એને ય પથારીમાં લઈ રમાડું,
અને એને પ્રિય વાર્તા વાંચી સંભળાવું,
અદ્‌ભુત ચમત્કાર ઝગમગી રહે,
અને રોજીંદા કામો બાજુએ રહી જાય…
એ આમ પણ અગત્યના નહોતા.
કારણ કે આજે હું બહુ જ વ્યસ્ત હતી –
મારા બાળકને વ્હાલ કરવામાં !

સાબ્રીના ટેલરની આ કવિતા મૂળ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતરી, એવું કહેવું અર્ધસત્ય છે. કારણ કે લાગણીઓ ભાષાની મોહતાજ હોતી નથી. એમ તો મે મહિનામાં બીજા રવિવારના નાતે ‘મધર્સ ડે’ પણ આ વરસમાં ૮મી મેએ પસાર થઈ ગયો પણ એના પર લાદેનના ન્યુઝ છવાઈ ગયા !
પણ લાદેનને ય મા તો હોય જ ને !
* * *

આગળ વાંચવા અનાવૃત પર ક્લિક કરો.