ટૅન્શન અને દુશ્મનો ઘટાડો… વધારો નહિ

લેખક : અશોક દવે

આજે સાવ ઢંગધડા વગરની છતાં વળી સૂઝી ગઇ, એવી બે-ત્રણ વાતો કરવી છે. (આ વાક્યમાં તમને ‘આજે’ શબ્દ ખૂંચે તો કાઢી નાંખજો. ‘તમારે માટે એ ક્યાં નવું છે,’ એવું કોઈ કહે તો હું ય ખોટું લગાડવાનો નથી… તમે ય ન લગાડશો… ‘નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક…’)

આપણને ચાહનારા કરતા આપણને નફરત કરનારાઓની સંખ્યા બેશક મોટી હોય છે. એમાં ય ચાહનારાઓમાંથી સાચા કેટલાં, એની ય આપણને જાણ હોય છે ! પણ, નફરત કરનારાઓ બધા ડૅન્જરસ નથી હોતા કે એ લોકો આપણું બગાડતાં ય નથી હોતા-બસ, આપણું કાંઈ સારું જોઇ ન શકે… એ એમની ય કેટલી લાચારી હશે ? ભગવાન એમનો ય ના થયો ને ?

બીજો લૉટ નાનો પણ ડેન્જરસ છે. સક્રીય બનીને આપણું ખેદાન-મેદાન કરવા એ લોકો આમાદા હોય છે અને આપણે ય વખત આવે દુનિયા આખી સાફ કરી નાંખીએ, એવા જ ખતરનાક છીએ. એવું દુશ્મોને બતાવી આપવા, સારા કામો પડતા મૂકીને દુશ્મનોને સીધા કરી નાંખવાના પ્રોજેક્ટમાં ઉતરી જઇએ છીએ. કઇ કમાણી ઉપર આપણને આટલું જોર આવે છે. એની તો આપણ ને ય જાણ હોતી નથી. પણ એક વખત તો એ લોકોને સીધાં કરી જ નાંખવા છે. એ ઝનૂન બતાવ્યાં વિના રહેવાતું નથી… વાસણ તો ઠીક, ઝનૂન પણ પડ્યું પડ્યું કટાઈ જાવું ન જોઇએ ! કોમેડીની વાત એ છે કે, જેણે આપણું જીવન હરામ કરી નાંખ્યું છે, એ બધા તો લીલાલ્હેર કરે છે ને આપણે કેવા દુઃખી થયા છીએ, એ જોઇને સુપર-લીલાલ્હેર કરવા માંડે છે… વેર લેવાનું જૂનુન બતાવીને આપણે સામે ચાલીને એ લોકોને વઘુ ખુશ કરી દઇએ છીએ… આપણા જેવા મુરખ તો દિલ્હીમાં ય નથી બેઠાં… ! બને ત્યાં સુધી ટેન્શનો કે દુશ્મનો ઓછા કરો. એ વધારવા માટે તમારે જાતે મહેનત કરવી પડે એમ નથી-એ માટે તમારા ઘણાં સગાં અને મિત્રો તૈયાર છે. તમારું એક કામ તો એ લોકોને કરવા દો !

ઘણાં લોકોને દાઝ એ વાતની ચઢે છે કે, મારાથી બીજું બઘ્ઘું સહન થાય પણ, જઠ્ઠું સહન ન થાય. કેમ જાણે બીજા બધાં તો રોજ સવારે ઉઠીને ગઇકાલે ટોટલ જુઠાણાઓ સહન કરવાની મઝા આવી, એનાં ગીતો ગાઈને દિવસ શરૂ કરતા હશે ! જે લોકો બીજાં ઉપર અત્યાચાર કરે છે. એ પોતાની ઉપર કેમ સહન નથી કરી શક્તા ? ‘કારણ કે, આમાં અમારો કાંઈ વાંક નથી, માટે !’ જે દિવસે માણસ પોતાનો વાંક પકડશે, એ દિવસથી એને જગતમાં કોઈને માટે ફરિયાદ નહિ રહે.

આગળ વાંચવા http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20010919/guj/supplement/bapor.htmlપર ક્લિક કરો.

મિત્ર એવો કીજીયે, ઢાલ સરીખો હોય… સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય!

લેખક : જય વસાવડા (આ લેખ હિરેન મોઢવાડિયા દ્વારા મળેલ છે.)

સ્લોબટ સેન્સિબલ એવી ઝોયા અખ્તરની સરસ ફિલ્મ ‘લક બાય ચાન્સ’માં બારીક નકશીકામવાળા પાત્રાલેખન સાથે એક સરસ મેસેજ પણ હતો. ફિલ્મના ક્લાઈમેક્સમાં તકવાદી, મેનિપ્યુલેટિવ અને સંબંધોના પગથિયા બનાવીને ઉપર ચડવામાં સ્માર્ટ એવો ફરહાન જૂના દોસ્તો સાથે ફિલ્મ સ્ટાર બન્યા પછી હોટલમાં જાય છે. ત્યાં સુપરસ્ટાર શાહરૂખખાનની એન્ટ્રી થાય છે. પોતાના મિત્રોને હડસેલી ફરહાન ઝટ શાહરૂખને મળવા પહોંચી જાય છે.

શાહરૂખ એ જોઈ જાય છે, અને ફરહાનને ટપારે છે. ‘‘આ તારા જૂના દોસ્તો છે, બરાબરને? તું મારે ખાતર એમને તરછોડીને અહીં આવી ગયો છે. પણ હું તો તારી સફળતાને લીધે થયેલી ઓળખાણ છું. પણ આ એ લોકો છે, જે પહેલેથી તારી સાથે છે. જે કોઈ સ્ટારના નહિ, પર્સનના ફ્રેન્ડ છે. ગમે તેટલા ઉપર ચડી જાવ પણ કદી એ લોકોને ન ભૂલો, જેમની પસંદ તમે ત્યારે હો, જ્યારે તમે તળિયે બેઠા હતા!’’

* * *

વધુ વાંચવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20090222/guj/supplement/spectro.html