એક સીઘું સાદું ‘આઇ લવ યૂ’

લેખક : અશોક દવે

આના પહેલા ય મેં ‘આઇ લવ યૂ’ નામથી એક લેખ લખ્યો હતો. અઠવાડીયાના ત્રણ લેખો લખવાના હોવાથી સ્વાભાવિક છે, ક્યારેક ભૂલાઇ જાય કે, ગયા બુધવારે કયો હતો ? હું એક શૉપીંગ-મૉલમાં હકીની રાહ જોતો ઊભો હતો, ત્યાં એક પરિચિત મહિલા ખુશ થતા આવ્યા, ‘અશોકજી.. તમારો ગયા બુધવારનો લેખ બહુ ગમ્યો… ખૂબ સરસ હતો.’

હું એ લેખ જ ભૂલી ગયો હતો-સચ્ચી, એટલે મેં હું જેવો છું નહિ, એવા ભોળા થઈને પૂછયું,

‘થૅન્કસ… કયો લેખ ?’

‘આઇ લવ યૂ….’

‘ઓહ રીયલી…?’ અહીં ફરીથી- હું જેવો છું નહિ, એવા રૉમૅન્ટિક બનીને મારાથી સ્માઇલ સાથે આવું, ‘ઓહ રીયલી’ બોલાઇ ગયું. એમને તો ખોટું લાગ્યું ને શર્માઇને જતા રહ્યા. ‘જાઓ ને… તમે તો બઘું મજાકમાં જ કાઢો છો.. !’ એટલું બોલીને એ તો ઓગળી ગયા, બોલો.

આગળ વાંચવા બુધવારની બપોરે પર ક્લિક કરો.