તથ્ય અને સત્ય

 

તથ્યને સત્ય માનવાને કારણે કેટલીક ભ્રાંતિઓ સર્જાઇ છે. વ્યક્તિ પાસે એનો આગવો અભિગમ, પોતીકી વિચારધારા અને સંસારવ્યવહારના અનુભવોમાંથી તારવેલું નવનીત હોય છે. પોતાની નજરે જગતને જોઇને મેળવેલા દર્શનમાંથી એને જે સાંપડે છે તે તથ્ય છે, સત્ય નહીં. એ પ્રાપ્ત કરેલાં તથ્યને સત્ય માનવા જાય તો ઘણી મોટી ભૂલ કરી બેસે છે.

 વ્યક્તિ ઘણી વાર આવાં તથ્યને આધારે જીવનઘડતર કરતી હોય છે અને એથીય વિશેષ સ્વજીવનનો માર્ગ નિર્ધારિત કરતી હોય છે, પણ એ ભૂલી જાય છે કે તથ્ય સાથે તમારી ધારણાઓ, માન્યતાઓ, અને ખ્યાલો અનુસ્યૂત હોય છે, જ્યારે સત્ય તદ્દન ભિન્ન છે.

તથ્ય આજે સ્વીકાર્ય હોય, તે આવતી કાલે અસ્વીકાર્ય બની શકે છે. એક સમયનું તથ્ય બીજા સમયમાં લાગુ પાડી શકાતું નથી. આની સામે સત્ય એ શાશ્વત હોય છે. એમાં કોઇ પરિવર્તન આવતું નથી. તથ્ય સાથે આપણા પોતાનાં ખ્યાલો જોડાયેલાં હોય છે, જ્યારે સત્ય સાથે વ્યક્તિના કોઇ ખ્યાલો જોડાયેલા હોતા નથી. આમ તથ્ય એ માનવબુદ્ધિની નીપજ છે, જ્યારે સત્ય એ પરમાત્માની દેન છે.  

——————–

સંપૂર્ણ લેખ વાંચવા પારિજાતનો પરિસંવાદ પર ક્લિક કરો.

સ્વર્ગ-નર્ક

તમારું જીવન સોહામણું સ્વર્ગ છે કે બિહામણું નર્ક છે? સ્વર્ગને ઊંચે આકાશમાં અને નર્કને નીચે પાતાળમાં શોધવાની જરૂર નથી. એની શોધ માનવીએ સ્વયં કરવાની છે અને તે પણ પોતાના જીવન તરફ જોઈને. તમારા જીવનમાં સતત અભાવ અને અતૃપ્તિ છે, તો તમે નર્કના નિવાસી છો. તમારા જીવનમાં તૃપ્તિ અને સંતોષ છે, તો તમે સ્વર્ગના સુખો માણી રહ્યા છો. તમે અહર્નિશ સ્વાર્થમાં, સંકુચિતતામાં અને અહંકારમાં જીવો છો, તો તે જ તમારું નરક છે. આના જેવું સાતમું નરક બીજું એકે નથી. જીવનમાં સુખ હોય, પણ તમને વારંવાર દુઃખની ખંજવાળ આવે, તો તમે નરકના શોધક છો. જીવનના આનંદને બદલે ઉદાસી લઈને તમે ફરી રહ્યા હો અથવા ભીતરના ખાલીપાને પૂરવા માટે બાહ્ય ચીજ-સંપત્તિનો ઢગલો કરતા હો, તો તમારે માટે આ જીવન એ જ નરક છે. જીવનમાં ગુલાબ શોધનારને નરક જડતું નથી, માત્ર કાંટા જ જોનારને સર્વત્ર નર્ક જ નજરે પડે છે!

સંપૂર્ણ લેખ માટે http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20020310/guj/supplement/parijaat.html

 ક્લિક કરો.