….ઔર ચાબી ખો જાય

લેખક : અશોક દવે

કોઈકે ‘એનકાઉન્ટર’માં મને સવાલ પૂછ્‌યો હતો કે, ‘તમે જીંદગીમાં એકની એક કઈ ભૂલ વારંવાર કરો છો ?’ મેં કીઘું ‘ગાડીમાં ચાવી ભૂલી જવાની !’

 
યસ. ચાવી અંદર, હું બહાર ને ગાડી લૉક ! ડૂપ્લિકૅટ ચાવી તો ઘેર પડી હોય. પણ એ વખતે તો જ્યાં જ્યાં હોઈએ ત્યાં ભરાઈ જઈએ ને ? ગાડી ઘેર મૂકીને ડુપ્લિકેટ ચાવી લઈને બહાર નીકળી ગયો હોઉં, એવું ઘણીવાર મારાથી થઈ જાય છે. મને ઓળખતા લોકોને મારા મગજ ઉપર ખાસ કોઈ ભરોસો નથી હોતો. સિનેમા જોવા ગયા ત્યારે ઇન્ટરવલમાં અડધી પૉપકૉર્ન હકીને બદલે આ બાજુ કોક બેઠેલીને ખવડાઈ દીધી, એ પછી તો હકીને ય મારા મગજ ઉપર વિશ્વાસ રહ્યો નથી…! (એ વાત જુદી છે કે, પૉપકૉર્નવાળીનો મારા ઉપરનો વિશ્વાસ બહુ વધી ગયો છે… કોઈ પંખો ચાલુ કરો !)
—————–

મને આ લેખ ગમ્યો. તમને પણ કદાચ ગમશે.

આગળ વાંચવા માટે ક્લિક કરો.