શિવ મંદિર

શ્રાવણ મહિનો એટલે વ્રત, ઉપવાસ, તહેવાર અને શિવ ભક્તિનો મહિનો.

શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો.

વર્ષ દરમિયાન એક પણ વ્રત કે ઉપવાસ ન કરનાર વ્યક્તિ પણ શ્રાવણ મહિના માં સોમવારનો ઉપવાસ કરીને થોડું પુણ્ય પ્રાપ્ત કર્યાનો સંતોષ જરૂર મેળવી લે છે.

આ પવિત્ર મહિનાને કારણે મને પણ થોડું પુણ્ય કમાઈ લેવાની લાલચ આવી ગઈ. 🙂

નેટ પર થોડું શોધતા કોઈમ્બતુરનું જાણીતું શિવ મંદિર નજરે આવી ગયું.

કોઈમ્બતુરનું આ મંદિર ધ્યાનલિંગા યોગિક ટેમ્પલ તરીકે ઓળખાય છે.

આ મંદિરના ફોટા જોતા જ જાણે એક અદ્ભુત શાંતિ મળે છે.

કદાચ એ જગ્યાનો જાદુ છે કે ફોટાનો જાદુ કે પછી શ્રાવણ મહિનાનો જાદુ એ તો ભગવન શિવ જ જાણે…

ક્યારેક કોઈમ્બતુર જવાનો મેળ પડે ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો.

અત્યારે તો આ ફોટાથી કામ ચલાવો. 🙂

તેને લગતી  વેબસાઈટ માટે અહી ક્લિક કરો. 

This slideshow requires JavaScript.