રંગબેરંગી માછલીઓ….
ઘણી વાર આપણી કલ્પના માં પણ ના હોય તેવા રંગની માછલીઓ જોવા મળે છે.
ઘણી માછલીઓ કદમાં નાની તો ઘણી વિરાટકાય હોય છે.
નાના હતા ત્યારે વડીલોની સાથે એક્વેરિયમ જોવા જતા. અને માછલીઓ જોઇને એમાં ખોવાઈ જતા.
હવે મોટા થયા એટલે એક્વેરિયમ જોવા જવાનો સમય ના મળે એટલે તેને ઘરમાં લાવીને બેસાડી દીધા. 🙂
અત્યારે વાસ્તુ માં એક્વેરિયમ નું મહત્વ હોવાને કારણે ઘણા ઘરોમાં એક્વેરિયમ જોવા મળે છે. સાથે એની સંભાળ અને દરકાર પણ એટલી જ લેવી પડે છે.
અત્યારે તો આ સ્લાઇડ શો માં જુદા જુદા એક્વેરિયમની મજા માણો.