મને સતત શોધવા મથતી
તારી આંખો
મારા કાનમાં સતત પડઘાતો
તારો અવાજ
મારી પીઠમાં અથડાતા
તારા શ્વાસ
તારી નાજુક આંગળીઓનો
ભીનો સ્પર્શ
ના થવા દેતા ક્યારેય તારાથી અલગ
તો હું કેમ કહું કે તને યાદ કરું છું
હું જ્યાં પણ હોઉં
જે પણ કરું
મારી લાગણીઓ,
મારા શબ્દો,
મારા આંસુમાં તું જ છે,
મારું સ્મિત,
મારા વિચારો,
દરેકમાં માત્ર તું તું ને તું જ……
તેમ છતાય
જા,
તને નથી જ કહેવું
કે
હું તને પ્રેમ કરું છું