મારા વિષે થોડુંઘણું


આ મારી સપના ની દુનિયા છે. મારા બ્લોગ માં મારું લખેલું કઈ નથી. નાનપણ થી જે વાંચતી આવી, સમજતી આવી, collection કર્યું તે જ બ્લોગ પર મુકવા વિચાર્યું. મને વાંચવા નો ખુબ જ શોખ છે. એક દિવસ નેટ પર વિજયનું ચિંતન જગત બ્લોગ અજાણતા જ હાથ લાગી ગયો. તેમાંથી જ અનેક નવા બ્લોગ મળ્યા. મને પણ મારો બ્લોગ લખવાની ઈચ્છા થઇ આવી. અને આજે મારા બ્લોગે હકીકત નું સ્વરૂપ લઇ લીધું.

જય વસાવડા, અશોક દવે, કુમારપાળ દેસાઈ જેવા લેખકો મારા ગમતા અને માનીતા છે. અહી શરૂઆત માં સંપુર્ણ લેખ મુકેલા છે. પ્રથમ વાર બ્લોગ શરુ કર્યો એટલે મને શીખવામાં થોડી વાર લાગી. પરંતુ હવે લેખનો થોડો જ ભાગ મુકું છું. સાથે એ લેખની લિંક પણ મુકતી થઇ છું. જેમ જેમ યાદ આવતું જશે તેમ બીજા લેખકો પણ ઉમેરતી જઈશ.

તમામ લેખના કોપીરાઈટસ જે તે લેખકના પોતાના છે. મને તેઓના લેખ ગમે છે, તેહી અહી તેની લિંક મૂકી. છતાંપણ એવું લાગે કે કોપીરાઈટસ નો અમલ બરાબર થયો નથી તો એ લેખને અહીંથી દુર કરી દઈશ.

———————————————————–

હમણાં હમણાં થી જાતે લખવાનો પ્રયત્ન શરુ કર્યો છે.

મારા વિચારો, જીવનમાં બનેલા પ્રસંગો, અચાનક મનમાં ફૂટતી કવિતાઓ અને એવું બધું…….

જોઈએ કેટલે સુધી પહોંચાય છે 😉

 

[polldaddy poll=5227090]

156 thoughts on “મારા વિષે થોડુંઘણું

  1. મહેરબાની કરીને આપે આપના બ્લોગ માં ડ્રોપ ડાઉન મેનુ કઈ રીતે સેટ કર્યા છે તે જણાવશો. હું પણ આજ થીમ યુઝ કરું છું પણ મારા થી તે થઇ
    શક્યા નહિ.

  2. બહેન, તમે ખુબ વાંચો છો એ સરસ વાત છે. વાંચવું, વાંચતા શું ગમવું અને ગમેલાને શી રીતે મુલવવું એ વાચક વીશે ઘણું કહી જાય છે. આપે અનેક સારા અને સિધ્ધહસ્ત લેખકોના નામ જણાવ્યા. એઓ પોતાની કૃતિઓ પ્રકાશિત કરી ચૂક્યા હોય છે. એમના ચાહકોએ વાંચી જ હોય છે. એમના લખાણો નું પુનરાવર્તન કરવાને બદલે એ તમને કેમ ગમ્યુ, એની સમીક્ષા પ્રતિભાવ રૂપે લખવાનું કરો. ગમતા લખાણો ને સંયુક્ત રીતે મુલવતા જે નવનીત નીકળે તે મૌલિક રીતે જણાવો. છેલ્લા ચાલીસ વર્ષમાં મેં ખુબ જ અગર નહીંવત વાંચ્યું છે. પ્રસિધ્ધ સાહિત્યકારોના નામો પણ હમણા હમણા જાણતો થયો છું. એમ કહી શકું કે હું જે લખું છું તે Uncontamineted છે. મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દિક આભાર.

  3. માનવ થઇ જન્મ્યો તું, તો માનવ થઈને રેજે તું
    વાણી આપી છે તને તો બે સારા શબ્દો કેજે તું
    અણમોલ આપી આખલડીતો, સારી નજરે જોજે તું
    દયા તને આપી છે તો થોડું દાન કરી લેજે તું
    બુધિ તને આપી છે તો બીજાને બતાવજે તું
    હાથ તને દીધા છે તો, મહેનત કરી ખાજે તું
    પગ તને આપ્યાસે સુંદર, સીધે મારગ જાજે તું
    અભિમાન અંતરનું છોડી ગરીબ ગેરે જાજે તું
    આંગણીએ આવે જે કોઈ, તો મીઠોભાવ દેજે તું
    મોહ માયા મમતા મોટી, દુર એનાથી રેજે તું
    સત નો દીપ પ્રગટાવા હરિભજન માં જાજે તું
    બીજું કઈ કરી ન શકે તો રામ નું નામ લેજે તું
    એ પણ ન થાઈ તો સમશાને સુઈ જાજે તું

  4. બહુ જાણ્યું ને પિછાણ્યું મારું અમદાવાદ,
    ટકરાયું ને પટકાયું તો ય અડીખમ ઉભું મારું અમદાવાદ,
    કેટલાય માર ખાઈ ને મલકાયું આ શહેર,
    તો ય બધા ને સમાવી લેવા તૈયાર મારું અમદાવાદ,
    ચિમની ઓ ના ધુમાડા થી ઘેરાયેલું રહેતું એક સમય,
    ને હ​વે રોજ યંત્રો થી ટેવાઇ ગયેલું મારું અમદાવાદ,
    ક્યાંક ખીલેલી સાંજ ને જોવા નજરો તરસે તો,
    કોઇ ની આંખો માં ડુબતું રોજ મારું અમદાવાદ,
    ક્યારેક હિંસા તો ક્યારેક આગ માં ફસાતું આ,
    કોઇનું આંસું તો કોઇ ની આત્મા ઠારતું મારું અમદાવાદ,
    બહુ જોયા ઉતાર ને ચઢાવ આ શહેરે તો પણ,
    બધાની જિંદગી ને આગળ ધપાવતું મારું અમદાવાદ,
    તૂટ્યા કેટલાય મંદિરો ને મસ્જિદો ને દેવળો,
    તો પણ બધા ને આશિઁવાદ આપતું મારું અમદાવાદ,
    તુટ્યું, ભાંગ્યું ને કેટલીય વાર સંધાણું એ,
    હંમેશા પ્રગતિ ના પથ પર દોડતું મારું અમદાવાદ,
    બહુ જાણ્યું ને પિછાણ્યું મારું અમદાવાદ,
    ટકરાયું ને પટકાયું તો ય અડીખમ ઉભું મારું અમદાવાદ !!!
    અમદાવાદ ના ૬૦૪ માં જન્મદિને એક નાની ભેટ –

Leave a reply to AJAY OZA જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.