મારા વિષે થોડુંઘણું


આ મારી સપના ની દુનિયા છે. મારા બ્લોગ માં મારું લખેલું કઈ નથી. નાનપણ થી જે વાંચતી આવી, સમજતી આવી, collection કર્યું તે જ બ્લોગ પર મુકવા વિચાર્યું. મને વાંચવા નો ખુબ જ શોખ છે. એક દિવસ નેટ પર વિજયનું ચિંતન જગત બ્લોગ અજાણતા જ હાથ લાગી ગયો. તેમાંથી જ અનેક નવા બ્લોગ મળ્યા. મને પણ મારો બ્લોગ લખવાની ઈચ્છા થઇ આવી. અને આજે મારા બ્લોગે હકીકત નું સ્વરૂપ લઇ લીધું.

જય વસાવડા, અશોક દવે, કુમારપાળ દેસાઈ જેવા લેખકો મારા ગમતા અને માનીતા છે. અહી શરૂઆત માં સંપુર્ણ લેખ મુકેલા છે. પ્રથમ વાર બ્લોગ શરુ કર્યો એટલે મને શીખવામાં થોડી વાર લાગી. પરંતુ હવે લેખનો થોડો જ ભાગ મુકું છું. સાથે એ લેખની લિંક પણ મુકતી થઇ છું. જેમ જેમ યાદ આવતું જશે તેમ બીજા લેખકો પણ ઉમેરતી જઈશ.

તમામ લેખના કોપીરાઈટસ જે તે લેખકના પોતાના છે. મને તેઓના લેખ ગમે છે, તેહી અહી તેની લિંક મૂકી. છતાંપણ એવું લાગે કે કોપીરાઈટસ નો અમલ બરાબર થયો નથી તો એ લેખને અહીંથી દુર કરી દઈશ.

———————————————————–

હમણાં હમણાં થી જાતે લખવાનો પ્રયત્ન શરુ કર્યો છે.

મારા વિચારો, જીવનમાં બનેલા પ્રસંગો, અચાનક મનમાં ફૂટતી કવિતાઓ અને એવું બધું…….

જોઈએ કેટલે સુધી પહોંચાય છે 😉

 

[polldaddy poll=5227090]

156 thoughts on “મારા વિષે થોડુંઘણું

  1. ચલો, એક નવું સરનામુ મળ્યું માણવા અને મળવા માટેનું…..
    પોસ્ટ-2-પોસ્ટ મળતા રહીશું.. અને ત્યાં જ વધારે વાતો કરીશું… આગળ વધતા રહો અને વિકસતા રહો એવી શુભેચ્છાઓ..
    આવજો.


    દર્શિત,
    અમદાવાદ.

  2. પ્રીતીબેન, તમે તમારી સપના ની દુનિયા ને અને વાંચન ના શોખ ને નેટ પર જે રીતે પ્રકટ કર્યું છે તે અદભુત પ્રયાસ છે. અને અમને આશા છે કે આપ પણ એક દિવસ આપના આ સપના ની દુનિયા ને સફળતા ની રાહ પર જોશો. આપને ખુબ ખુબ અભિનંદન આ પ્રયાસ બદલ અને અનેક શુભકામનાઓ.

  3. પ્રીતીબેન, આપ મારા ફોટા ના બ્લોગ ની અચૂક મુલાકાત લો છો અને મારી મુકેલ દરેક પોસ્ટ ને પસંદ કરો છો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. હું લેટ આવ્યો છું આપનો આભાર માનવા આપના બ્લોગ પર એ બદલ માફ કરશો.

  4. પ્રિતી આપના બ્લોગ મા આપે જે વાંચ્યુઅને સમજ્યું, તેનું collection તથા વિચારો, જીવનમાં બનેલા પ્રસંગો, અચાનક મનમાં ફૂટતી કવિતાઓ વિગેરે મૂકી ખુબ સરસ આઈડિયા આપ્યોછે.

  5. બેન તમારા પ્રયાસને હું બિરદાવું છું .
    તમે એમ કીધું કે મને બ્લોગનું ફાવતું નોતું અને હવે કેવી જમાવટ કરી .
    સ્ત્રી શક્તિ પ્રીતિ તારો જય જય કાર હો .સફળતા તારા ચરણમાં લોટે એવા આતા અતાઈના આશિષ
    એક મારી બનાવેલી નાનકડી કવિતા લખું છું મને આશા છેકે તમને ગમશે.
    ઘર ઓફિસમાં પેલો નંબર કવિતા જેને પ્યારી છે
    મેહનત પ્યાર સંસ્કાર સફળતા આ ગુજરાતી નારી છે
    ભાવ ભરેલા એના શબ્દોનો ઈતિહાસ બનશે ઈ જોયા કરો
    ભારત હોય કે અમેરિકા બધી બાજી સ્ત્રીઓએ મારી છે,
    અમેરિકા ખંડના અનેક દેશોની ભાષા લગભગ એકજ છે
    “અતાઈ “ક્યે મારા ભારત દેશની વાતજ સૌથી ન્યારી છે.

  6. પ્રીતીબેન,
    તમારીને મારી કહાણી એક જ છે. પેપર વાંચવાનો ગાંડો શોખ અને અમેરિકામાં ગુજરાતના પેપરો વાંચવા નહી મલે. પહેલા તો સમાચાર ડોટ કોમ માં વાંચતો હતો પરંતુ ખુબજ એડ. અને વાઈરસના ત્રાસથી ફાફા મારતા મારતા મારો બ્લોગ બનાવ્યો. ખાસ કરીને ન્યુઝ પેપરો માટે. આજે દુનિયાના કોઇપણ શહેરના અખબારો તમને મારા બ્લોગ ઉપર મળશે. એમાંથી ગુજરાતી પાવર પોઈન્ટની કોઈ સ્લાઈડો નહોતું બનાવતું તે બનાવવાનું શરુ કર્યું. આજે તેમાં માસ્ટર થઇ ગયો એવું લાગે છે. બાકીનું બધું સંગ્રહ્ખોરીની આદતને લઈને ભેગું કર્યું હતું તે ઠાલવી દીધું. મારું પોતાનું તમારી જેમ ઓછું છે. કમપ્યુટર ઓન કરતા પણ નહોતું આવડતું. આજે કદી કલ્પના પણ નહોતી કરી અને ટોપ ટેન બ્લોગમાં મારા બ્લોગને આઠ મહિનાના ટૂંકા ગાળામાં લોકોએ સ્થાન આપ્યું એ સર્વનો આભાર કેમ ભુલાય. તમે પણ આજ રીતે આગળ આવશો તેની ખાતરી છે. મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર!
    વિપુલ એમ દેસાઈ
    http://suratiundhiyu.wordpress.com/

  7. bharatpandya

    મારે મનતો જેટલા જરુરી સારા લેખકો છે તેટલાજ જરુરી સારા વાચકો છે ! તમે હવે સારુ સારુ વાંચીને લખવા પ્રેરીત થયા છો તે એક સાહજીક પ્રગતિ જ છે.

    “યે તો હોના હી થા”. તમારા લખાણો રસપૂર્વક વાંચીશ.

    ભરત પંડ્યા.

  8. tejas thakkar

    જય શ્રી કૃષ્ણ પ્રીતી
    પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાત લીધી
    તમારો પરિચય ખુબ જ ગમ્યો
    મને પણ ગીત-ગઝ્લ કવિતા અને લેખો વાચવાનો બહુ શોખ છે
    તમારા બ્લોગ મા અવાર નવાર મુલાકાત લેતો રહિશ
    તમે આ બધા નો સમાવેષ કર્યો છે
    અભિનંદન સહ ખુબ જ શુભેચ્છાઓ

  9. durgesh oza

    બ્લોગ બદલ અભિનંદન. મારી વાર્તા નવજીવન આપે સબ્રસના બ્લોગ પર વાંચી.આપઘાતના દાનવનું એન્કાઉન્ટર કરતી,કોઈનું જીવન બચાવતી-સજાવતી આ વાર્તા મેં માર્ચ ૨૦૧૧માં બોર્ડની પરીક્ષાઓ પર ૧૦૦૦૦થી પણ વધુ ચોપાનિયા દ્વારા પોરબંદરમાં લીઓ ક્લબના સહયોગથી ઘેર ઘેર વહેચી ને પછી ઈ-મેઈલથી ઠેર ઠેર. ને આ યજ્ઞ હજી ચાલુ જ રાખ્યો છે કેમ કે આ પ્રેરક પ્રસાદ છે.તે જેટલો વધુ વહેચાય એટલુ સારું.આપ આ વાર્તા આપણા બ્લોગમાં એક સારા હેતુસર લઇ શકો છો. આપનું ઈ-મેઈલ એડ્રેસ આપશો તો મોકલાવી આપીશ. બ્લગ માટે અભિનંદન.શુભકામના.દુર્ગેશ ઓઝા પોરબંદર

  10. RAVI GUJARATI

    ગુજરાતી ભાષા પ્રત્યે ના મારા પ્રેમ ને વ્યક્ત કરવા માટે આ ગ્રુપ ની શરૂઆત કરું છું. અહી દર મહીને ‘રવિ ગુજરાતી’ તરફ થી એક લેખ, વાર્તા કે અન્ય પ્રકાર ની રસપ્રદ પોસ્ટ કરવા માં આવશે. આપ આપના મિત્રો અને સગા સબંધીઓ ને આ ગ્રુપ સાથે જોડી શકો છો. આહી આપ આપના મંતવ્યો પણ ખુલ્લા મને રજુ કરી શકો છો. જો આપ ગુજરાતી માં લખી શકતા હોય તો અહી પોસ્ટ કરી શકો છો નહિ તો આપના નામ અને ઈમેલ આઈ ડી સાથે મારા ઈમેલ પર મોકલી શકો છો. આપ ના સહકાર થી આપને ગુજરાતી ભાષા માટે કાંઈક અલગ કરવા ની ભાવના થી જોડાઈ જાઓ. Send me your content or contact me on ‘ravigujarati88@gmail.com’

    Thank you
    Ravi Gujarati
    https://www.facebook.com/groups/115808561883589/
    Join this group on FB

  11. ” શા માટે આપણે તેને કોઈક એક બીબામાં જ ઢાંળવું છે?” સાચી વાત છે, અને એટલા માટે જ આપણા બાળકો આપણા જેવા જ થાય છે. આપણાથી આગળ બહુ નીકળી શકતા નથી, હા, થોડા ઘણાં જરૂર આગળ આવે છે. કારણ કે તેમને ઉડવા માટે અસીમ આકાશ મળે છે.

  12. Preetiben, Welcom to Gujarati Blog World. પ્રીતિબેન, ગુજરાતી બ્લોગવર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે તમે.

    પ્રવિણ કે.શ્રીમાળી
    તંત્રી- યુવારોજગાર
    http://pravinshrimali.wordpress.com
    http://kalamprasadi.wordpress.com

  13. Ritesh Mokasana

    મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર. અને આપને મારી રચનાઓ ગમી તે જાણી હર્ષ થયો.તમારા બ્લોગની મુલકાત લીધી, સરસ માહિતીનો ખજાનો છે. ખુબ આભાર.અને શુભકામનાઓ…..રીતેશ
    http://riteshmokasana.wordpress.com

Leave a reply to પ્રવિણ શ્રીમાળી જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.