મને સતત શોધવા મથતી
તારી આંખો
મારા કાનમાં સતત પડઘાતો
તારો અવાજ
મારી પીઠમાં અથડાતા
તારા શ્વાસ
તારી નાજુક આંગળીઓનો
ભીનો સ્પર્શ
ના થવા દેતા ક્યારેય તારાથી અલગ
તો હું કેમ કહું કે તને યાદ કરું છું
હું જ્યાં પણ હોઉં
જે પણ કરું
મારી લાગણીઓ,
મારા શબ્દો,
મારા આંસુમાં તું જ છે,
મારું સ્મિત,
મારા વિચારો,
મારા સ્વપ્નોમાં પણ તું જ છે
મારો ક્રોધ
મારો આવેશ
મારી અકળામણ
દરેકમાં માત્ર તું તું ને તું જ……
તેમ છતાય
જા,
તને નથી જ કહેવું
કે
હું તને પ્રેમ કરું છું
મારા મૌનમાં પણ તું સંભળાય છે..
હું તને…
🙂
🙂
વેલેન્ટાઈન ડે નાં માહોલમાં શોભે એવું સરસ પ્રેમ કાવ્ય .ધન્યવાદ
આભાર વિનોદભાઈ
વાહ…. આમ તો બહુ અઘરું વાક્ય છે નહી ! 🙂 પણ અહીં કાવ્યમાં બહુજ સહજતાથી કહી દેવાયુ છે ! 🙂
આભાર શકીલભાઇ
વાહ, અમારી લાગણીને તમે શબ્દો આપી દીધા!!!
Thanks P Manan
સરસ કવિતા…
આ પોસ્ટ ૧૩ ને બદલે ૧૪ તારીખે પોસ્ટ કરી હોત તો.! 😉
આભાર સોહમજી, એ તો અમારો વેલેન્ટાઈન ડે એક દિવસ વહેલો આવી ગયો ને એટલે…… 😉 😀
awesome.. smothly sailing expressions and emotions… after so long… keep it up
Thanks Bhargav. After long time I am also getting words from you. 🙂
Wah Saras ..
આવી મજાની પ્રેમસભર પોસ્ટ લખ્યાં પછી એકે પોસ્ટ ન લખીને ઈન્ડીબ્લોગરમાં સ્થાન ૬૪ના બદલે ૫૧ સુધી નીચે ઉતરી ગયું છે તે હું કીધા વગર નથી રહી શકતો 😦
Very nice poem