અખિલ સુતારીયાને વિવિધ રંગો ની ભાવભીની શ્રદ્ધાંજલિ

નાઇલને કિનારેથી....

૨૧મી એપ્રિલ ૨૦૧૨ ને દિવસે બપોરે ૨.૨૦ સમયે મારા સ્કાય્પ પર એક મેસેજ ઝળક્યો.

Good Evening from Indiaaaaaaaaaaaa.

ડેસ્ક પર ન હોવાથી એ મેસેજ મેં થોડી મિનીટ્સ પછી આવી જોયો જ્યારે સ્કાય્પમાંથી મને કોલિંગ ટોન્સ સંભળાઈ. સેકન્ડ્સમાં જ સરપ્રાઈઝ બોક્સ માંથી એક નામ વંચાયું.Akhil Sutariyais Calling You.

વગર વિચાર્યે એ કોલ રિસીવ કરી પણ લીધો. કેમ કે વ્યક્તિ પણ એવી જ મજાની હતી.

એક ભોળો આદમી વલસાડી સ્ટાઈલમાં તેની ભલી ભાષામાં તેની દિલની વાતોથી ઘણું બધું કહી ગયો. એ સાથે એમણે એમનું માર્ગદર્શન અભિયાન, ભોમિયા વિના અને સાથે પણ ફરવાની સુટેવ વિશે ઘણી બાબતોની ફીલિંગ્સ વહેંચી. જો કે અમારી વાતનો મુખ્ય મુદ્દો એ હતો કે …અખિલભાઈને મારા લેખોમાં શબ્દ PUN ની સ્ટાઈલ ખુબ ગમતી તે હું કઈ રીતે લખું છું?…

કોઈ જ નાટકીય એક્પ્રેશન્સ નહિ કે કોઈ ખોટી વાત નહિ. જો દિલમેં થા વોહ ઝુબાન પર….

ને છેલ્લે “ભારત આવવાનું થાય ત્યારે વલસાડ જરૂર જરૂર આવજો ભાઈ…આજે તો…

View original post 202 more words