with thanks to Customer Care in 2050 – Very Funny Conversation
(અહી એક નાનો પ્રયત્ન કર્યો છે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો. મૂળ લેખ તમે લિંક પર ક્લિક કરીને અંગ્રેજીમાં વાંચી શકો છો.)
ઓપરેટર : “ધન્યવાદ, પીઝા ઇનમાં ફોન કરવ બદલ. શું મને તમારો…….”
ગ્રાહક : “શું હું ઓર્ડર……”
ઓપરેટર : “મને તમારો મલ્ટીપરપઝ કાર્ડ નંબર આપશો સર?”
ગ્રાહક : “જી જરૂર, 9459983730-45-54610”
ઓપરેટર : “ઓકે, તમે શ્રીમાન વલીદ છો. અને 13 સ્ટ્રીટ, ન્યુ યોર્કથી વાત કરી રહ્યા છો. તમારો ઘરનો નંબર 3232466, તમારી ઓફિસનો 387792 અને તમારો મોબાઈલ નંબર 39877366 છે. તમે હાલ આમાંથી કયા નંબર પરથી વાત કરી રહ્યા છો?”
ગ્રાહક : “ઘરેથી! પણ તમને મારા બધા ફોન નંબર ક્યાંથી મળ્યા?”
ઓપરેટર : “અમે system થી connect છીએ.”
ગ્રાહક : “શું હું ડબલ ચીઝ પીઝા ઓર્ડર કરી શકું……..”
ઓપરેટર : “એ સારો idea નથી”
ગ્રાહક : “કેમ?”
ઓપરેટર :”તમારા મેડીકલ રીપોર્ટ અનુસાર તમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલની તકલીફ છે.”
ગ્રાહક : “શું? તો તમારા અનુસાર મારે શું ઓર્ડર કરવું જોઈએ?”
ઓપરેટર :”તમે અમારો લો ફેટ ડોકન પીઝા ઓર્ડર કરી શકો છો. તમને તે જરૂર ગમશે.”
ગ્રાહક : તમને એવું કેવી રીતે લાગ્યું કે મને તે ગમશે જ?
ઓપરેટર : તમે ગયા અઠવાડિયે જ “પોપ્યુલર ડોકન ડીશીઝ” નામની બુક લાયબ્રેરી માંથી લઇ આવ્યા છો.
ગ્રાહક : સારું ત્યારે….મને ત્રણ ફેમીલી સાઈઝના પીઝા આપો, આ માટે મારે કેટલા ચુકવવા પડશે?
ઓપરેટર : આ તમારા 10 સભ્યોના કુટુંબ માટે પુરતો છે. તમારે $69.99 ચૂકવવાના છે.
ગ્રાહક : “શું હું ક્રેડીટ કાર્ડ દ્વારા પે કરી શકું?”
ઓપરેટર : “તમારે કેશ જ પે કરવા પડશે. તમારી ક્રેડીટ કાર્ડની મુદત્ત પૂરી થઇ ચુકી છે. અને છેલ્લા ઓક્ટોબર મહિનાથી $2720.55 બેંક માં ઉધાર છે. અને તે તમારી બાકી નીકળતી હોમ લોન માં લેટ પેમેન્ટ ફી શામેલ નથી.”
ગ્રાહક : “મને લાગે છે કે તમારો ડીલીવરી બોય આવે તે પહેલા મારે નજીકના ATM માં કેશ લેવા માટે દોડવું પડશે.”
ઓપરેટર : “તેવું કરવું શક્ય નથી. રેકોર્ડમાં બતાવ્યા પ્રમાણે તમે કેશ વિડ્રો કરવાની ડેઈલી લીમીટ ક્રોસ કરી ચુક્યા છો.”
ગ્રાહક : “કંઈ વાંધો નહિ, મને પીઝા મોકલી આપો, મારી પાસે પૈસા તૈયાર હશે. પીઝા મળવામાં કેટલી વાર લાગશે?”
ઓપરેટર : “લગભગ 40 મિનીટ સર, પણ તમે રાહ ન જોઈ શકતા હોવ તો તમે તમારી મોટરસાયકલ પર આવી ને…….”
ગ્રાહક :”શું?”
ઓપરેટર : “તમારી ડીટેલ પ્રમાણે, તમારી પાસે સ્કુટર છે જેનો રજીસ્ટ્રેશન નંબર છે 1123……”
ગ્રાહક : “?????”
ઓપરેટર : “બીજું કઈ સર?”
ગ્રાહક : “કંઈ નહિ……પણ…….પણ તમારી જાહેરાત પ્રમાણે કોલાની ત્રણ બોટલ મફત આપવાના છો ને?”
ઓપરેટર : “લગભગ તો અમે આપીએ જ છીએ, પણ તમારા રેકોર્ડ પ્રમાણે તમને ડાયાબીટીશ પણ……..”
ગ્રાહક : “#$$^%&$@$%^“
ઓપરેટર : “તમારી ભાષા પર કાબુ રાખો સર. તમને યાદ છે ને 15 જુલાઈ 1999 ના દિવસે પોલીસ માટે અપશબ્દો વાપરવા બદલ ગુનેગાર સાબિત થયા હતા……?”
ગ્રાહક : [બેભાન થઇ જાય છે.]
😀 😀 😀
ઈન્ડીબ્લોગરની રેન્ક બદલો – ૬૪ થઈ ગઈ છે. 🙂
thanks 🙂
Done.
સરસ છે પ્રિતિબહેન.. પણ હું એટલું તો ચોક્કસ કહી શકું કે આ ઘટના ઇંડિયાની તો નથી જ.! 🙂
Yes, Very true. It Cannot be in India.
ટેકનોલોજી બદલાઇ રહી છે આપણે સજ્જ થવું જ રહ્યું.Change before it occurs.
ROFL …. hillarious !
thanks vishal 🙂
મજા આવી. ભલે કલ્પના હોય. પરંતુ, ઘણીખરી વાતોનો અનુભવ આજે પણ આપણા દેશમાં થઈ રહ્યો છે!
ખરા બપોરે વીમા કે અવનવી સ્કિમ માટે ફોન કરનારાઓએ કોઈ પણ રીતે લોકોના ડેટા મેળવેલા હોય છે. બાકી તો, જરૂરિયાત શોધખોળની માતા છે. 😀
Thank you very much Yashvantbhai. 🙂
સરસ અનુવાદ કર્યો છે પ્રીતીબેન તમોએ .ધન્યવાદ .મારા બ્લોગમાં આને રી – બ્લોગ કરી શકું ?
thank you vinodbhai. u can reblog
online magic ….privacy raheti j nathi majaani post … 😀 😀
sachi vat chhe. badhi j privacy khalas…. 🙂