બાળકને માત્ર બાળક તરીકે રહેવા દો…


બાળક…..

જયારે દુનિયામાં પ્રથમ શ્વાસ લે છે કે પ્રથમ વાર આંખ ખોલે ત્યારે આજુબાજુ ઉભેલા સૌ કોઈ તેને કહેશે

 “તું તો મમ્મી જેવું કે પપ્પા જેવું કે દાદા જેવું કે દાદી જેવું દેખાય છે.

થોડું મોટું થઇ ને સ્કુલ માં જવાનું શરુ કરે એટલે અન્ય બાળકો સાથે તેની સરખામણી શરુ કરી દે છે.

આમ ડગલેને પગલે રોજ (દિવસમાં એકાદવાર તો ખરું જ)  આપણાં પોતાના બાળકની સરખામણી કોઈક ને કોઈકની સાથે કરીએ છીએ.

ઘણીવાર આ બધું જોઇને એવા વિચાર આવે કે —

– શું આપણને આપણાં બાળકથી સંતોષ નથી?

– આપણું બાળક જેવું છે તેવું આપણે તેનો સ્વીકાર કરવા કેમ તૈયાર નથી?

– શા માટે આપણે તેને કોઈક એક બીબામાં જ ઢાંળવું  છે?

નાનપણથી જ આવી સરખામણી શીખતું બાળક મોટું થઈને પોતે પણ માતા-પિતાની સરખામણી અન્ય માતા-પિતા સાથે કરવા લાગે છે. અને ત્યારે પોતાના માતા-પિતા માટેનું માન ક્યારેક ખોઈ બેસે છે.

પછી સરવાળે મોટાભાગના માતા-પિતા ફરિયાદ કરતા જોવા મળે છે કે મારું બાળક બદલાઈ ગયું છે. એ અમારું ધ્યાન નથી રાખતું. અમારા કહ્યા માં નથી. વગેરે વગેરે…..

શું આપણે થોડી કાળજી લઈને બાળકને માત્ર એક અલગ બાળક ની જેમ ના જોઈ શકીએ!!!

એની સરખામણી કે તુલના ના કરીએ તો?

હાથની પાંચેય આંગળીઓ સરખી તો નથી હોતી ને?

બાળકને માત્ર બાળક રહેવા દો, એની કોઈની સાથે સરખામણી ના કરશો.

12 thoughts on “બાળકને માત્ર બાળક તરીકે રહેવા દો…

  1. હું જ્યારે રાજકોટ AVPTI માં કોમ્પ્ય઼ુટર એપ્લિકેશન્સ નો પોસ્ટ ડિપ્લોમાં કરતો ત્યારે કોલેજની સામેના બુક સ્તોલમાંથી ફાઈલ ખરીદતો. તે ફાઈલ પર એક સરસ વાક્ય લખેલું હતું જે આજે ય મને યાદ છે.

    Enjoy your own life without comparing it with that of another.

    તમારું જીવન કોઈની યે સાથે સરખાવ્યા વગર માણો. આ વાત માતા પિતાએ પણ સમજવા જેવી છે કે બાળક્ને તેની જીંદગી માણવા દ્યો – જરુર પડે માર્ગદર્શન આપી શકાય પણ તેનો માર્ગ રોકીને આખી જીંદગી માર્ગદર્શન કરવાથી બાળકમાં રહેલી શક્તિઓ વિકસવાને બદલે રુંધાઈ જાય છે.

Leave a reply to Vidhi જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.