જરૂરી વાત


 

આપણું બાળક જયારે મોટું થઇ જાય ત્યારે આપણે તેના લગ્ન કરાવી દઈએ છીએ. તેને સુખી કરવા માટે. ક્યારેક એવું બને છે કે લગ્નજીવન દરમિયાન કોઈ નાની અમથી વાત પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. અને પછી સર્જાય છે વાદ-વિવાદ અને અંતે બંને છુટા પડી જાય છે.

જો આવી પરિસ્થિતિ ઉભી ના થવા દેવી હોય તો…

મારા મત પ્રમાણે આપણે જયારે બાળકને લગ્ન માટે તૈયાર કરીએ છીએ ત્યારે

જો દીકરો હોય તો તેને સમજાવવું જોઈએ કે — કોઈની બહેન કે દીકરીને લાવી ને તેની જાળવણી કરતા શીખે. આખરે તો તે દીકરાની પાછળ જ આવી છે.

જો દીકરી હોય તો તેને સમજાવવું જોઈએ કે — જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેનો તટસ્થતાથી સામનો કરી શકે.

28 thoughts on “જરૂરી વાત

 1. – કોઈની બહેન કે દીકરીને લાવી ને તેની જાળવણી કરતા શીખે. આખરે તો તે દીકરાની પાછળ જ આવી છે.
  – જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેનો તટસ્થતાથી સામનો કરી શકે.
  ખુબ જરૂરી છે, આજકાલ યુવાવર્ગ માં સહન શક્તિ ઘટતી જાય છે ! સમજ શક્તિ આવશે તો સમસ્યાઓ ઓછી આવશે. સ_રસ વિચાર રજૂ કર્યો છે.આ વિષય પર ઉંડાણ પૂર્વક વિચાર માંગી લે તેવો છે.

 2. શ્રી પ્રીતિબહેન,

  જો દીકરો હોય તો તેને સમજાવવું જોઈએ કે — કોઈની બહેન કે દીકરીને લાવી ને તેની જાળવણી કરતા શીખે. આખરે તો તે દીકરાની પાછળ જ આવી છે.

  જો દીકરી હોય તો તેને સમજાવવું જોઈએ કે — જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેનો તટસ્થતાથી સામનો કરી શકે

  ખુબ સરસ વાત સરળતાથી સમજાવી શકાય એટલા સરળ ભાવે આપે કહી દીધી છે.

  આજના આધુનિક યુગમાં વકરતી જતા દુશ્નોને ડામવાનો સચોટ ઉપાય એટલે પ્રીતિબહેને કહેલી સચોટ વાત …

  1. શ્રી ગોવિંદભાઈ,

   આજના આધુનિક યુગમાં વકરતી જતા દુશ્નોને ડામવાનો સચોટ ઉપાય એટલે પ્રીતિબહેને કહેલી સચોટ વાત …

   — આમ કહીને આપે મને ખુબ માન આપી દીધું છે.
   મેં મારા મનમાં ઉદભવેલ વિચાર માત્ર રજુ કર્યો છે. 🙂
   મને માન આપવા બદલ આભાર આપનો.

 3. શ્રી પ્રીતીબેન,
  અહી આપે જે રીતે દીકરા અને દીકરી ની લગ્ન પછી ની ફરજ માં આવતી વાત રજુ કરી છે તે તદ્દન સત્ય હકીકત છે. હું પણ અહી મારા વિચાર જાણવા માંગું છું કે :
  જો દીકરા ની વાત કરીએ તો અગર દીકરો એ પોતાની પત્ની ને જીવન સાથી તરીકે નો બધોજ સહકાર આપે તથા પોતાના કુટુંબીજનો સાથે સુસંગતતા કેવડાવી આપે અને જો દીકરી ની વાત કરીએ તો જે પણ દીકરી વહુ તરીકે નવા ઘર માં પગલા માંડે છે તેના પેહલા દિવસ થીજ પોતાનું પિયર ( નહિ કે સાસરું ) સમજી ને ચાલે અને પ્રેમ ભાવ થી બધા ના દિલ જીતી ને પોતાના પતિ અને સાસરીવાળા નું સન્માન જાળવે તો હું માનું છું કે ત્યાં વાદ-વિવાદ કે જુદા થવાનો વારો જ નહિ આવે.

  આ મારો પોતાનો વ્યક્તિગત વિચાર અને મંતવ્ય છે જે કદાચ બીજા પ્રમાણે માન્ય ન પણ હોય, પણ મને લાગે છે ત્યાં સુધી આ કદાચ યોગ્ય પણ છે.

  આપનો આભાર આવી સરસ વાત કેહવા બદલ.

 4. પ્રિય પ્રીતીબેન
  હું ગુજરાતી કવિતાઓ બનાવી જાણું છું .હિન્દી,ઉર્દુમાં પણ કવિતા બનાવી જાણું છું .હું ઉર્દુ લખી વાંચી શકું છું . અતિ નહિ પણ થોડું ઘણું , મેં અધ્યાત્મિક ,શરાબની ,માશુક ની ગઝલો બનાવી છે .મારી કવિતાઓ તમારા બ્લોગમાં તમે લ્યો છો?એક ઉર્દુ આધ્યામિક નો નમુનો લખું છું જેની લીપી હિન્દી રાખું છું .અને અઘરા લાગતા શબ્દોના અર્થ પણ લખું છું.
  जबसे खुदाको अपने दिलमे बसा रख्खा है तासुब = पक्षपात रब = परमेश्वर हासिद = इर्शालु मर्दुम =जनता . कीना = वैरभाव साजिद = मस्तक नमावेल अताई = कविनु तखल्लुस छे.
  तबसे हर शख्सको मै अपना बना रख्खा है …..जबसे १
  हम तासूब नहीं रखते यारो
  तासुब वाले हमने दूर बिठा रख्खा है …………..जबसे २
  रबजो हमारी साथ है तो क्या डर
  हासिद मर्दुमने अपने दिलमे कीना रख्खा है ……जबसे ३
  साजिद है “अताई” दोस्तोका

 5. ભાયડા થઇ થઈને તો ભગવાને ઘણા અવતાર લઈને લોકો માટે ઘણું કર્યું છે .
  હવે સ્ત્રી શક્તિ રૂપે અવતાર લ્યે અને તમે કહો છો એવી સુંદર વાતો
  દીકરા દીકરીને સમજાવે એવી પરમેશ્વરને વિનંતી

 6. મારા માનવા પ્રમાણે – માફ કરજો , થોડાક જૂદા વિચાર છે – અને નકારાત્મક છે….
  અત્યારની પેઢીને – દિકરો હોય કે દિકરી – તમે કશું જ સમજાવી ન શકો.
  એ ખત્તા ખાઈને પણ નહીં સમજે .
  આપણો સમાજ પશ્ચિમની અસરના બહુ ઊંડા અને ઝડપી પ્રવાહમાં તણાઈ રહ્યો છે; અને પશ્ચિમ જેટલી પુખ્તતા તેમનામાં નથી આવી.

 7. bharatpandya

  લગ્નજીવન એ એક અતિ મુંઝવણ ભર્યો કોયડો છે.એની સફળતાના કોય ‘શોર્ટ કટ” નથી.લગ્ન જીવન સહિયારુ જીવન છે અને તેની સફળતા પણ સહિયારી છે.સ્ત્રી ૨૦/૨૨ કે ૨૫ વરસ એક ઘરમા, વાતાવરણ ઉછરીને પતિ ગ્રુહે આવે છે. નવા વાતાવરણ મા ભળવું સહેલું નથી. પિયર ગ્રુહે બેનના અદકા માન હોય છે.અચાનક તે સસુર ગ્રુહે તેના જીવનમા બદલાવ આવે છે.આજ સુધી એને ઉભા થૈ પાણી પણ નથી પીધું અને અહીં સાસુ ,સસરા, નણંદ. દેર બધાની સવલતો સાચવવાની છે. આ વાતાવરણમા ભળવાનો એ સંનીસ્ઠ પ્રયાસ એ કરે છે .આ પ્રયાસમા તે સફળ થાય તે જોવાની તેની જવાબ્દારે તો છે જ પણ તે જવાબદારી તેના પતિ અને સાસરીયાની પણ છે. ” અમારી દિકરી તો એને ઘેરે રાજ કરે છે. દર રવિવારે જમાઇરાજ ફિલમ જોવા લૈ જાય ને પછી હોટલમા ખાઇ ને જ પાછા આવે. દસ બાર દિવસે તો આખો દિ’ આપણ્ર ઘ્ઘેર આવે. સવ્વર ની રસોઇ એ કત્રે તો સાસુમા કે નણંદે રાંધવાનુ .બોલો છે લીલા લહેર ” એમ કહેતી સાસુ હ્રદય પર હાથ મુકીને કહે આ બધું તેની પુત્રવધુને ઉપલબ્ધ કરી આપે છે ?” એનીથી તો કોક વાર ચા સરખી નો થાય તો ‘માએ કાંઇ શીખવાડ્યું જ નથી’ તેવી કોમેન્ટ થાય ત્યા એ બચારી ક્યાંથી ગોઠવાય ! રાત્રે સાસુના પગ દબાવવામાંજ શયનગ્રુહ પહોંચે ત્યાં બાર વાગી જાય. જ્યાં સુધી સફળ થવાની બન્ને પક્શે મરજી નહોય ત્યાં સુધી લગ્ન જીવન સફળ થવાની શક્યતા નહીવત છે.

  માણસની વાત છોડો એક છોડ ને પણ એક જગાથી ઉખડી બીજે રોપો અન કાળજી ન લેવાય તો મુર્ઝાઇ જાય છે.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.