એક અનુભવ


 

નાના હતા ત્યારે માતા-પિતા ની કોઈ વાત પર ખોટું લાગી જતું. ઘણીવાર એમ પણ લાગતું કે તેઓ ખોટા છે. મારી ફિકર છે જ નહિ. (ભલે માતા-પિતા સામે ના બોલી શકીએ પણ મનમાં તો એવો વિચાર આવી જ જાય.)

આજે મોટા થયા પછી ખબર પડે છે કે માતા-પિતા ની લગભગ ૯૫% વાત સાચી જ હતી.

માત્ર હું જ નાસમજ હતી. 🙂

ભવિષ્યમાં મારે પણ તૈયારી રાખવાની જ છે. 🙂

24 thoughts on “એક અનુભવ

 1. સંતાન અને માતા-પિતા જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારતા હોય છે. માતા-પિતા સંતાનની ભુમિકામાંથી પસાર થયા હોય તેથી તે સમજદાર હોય તો સંતાનને સમજી શકે અને સમજાવી શકે.

  આવું સાસુ વહુ વચ્ચે ય થતું હોય છે અને મરો વચ્ચે પતિ અને પુત્રનો થાય.

  કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની તૈયારી રાખવી જોઈએ. 🙂

  આડવાત
  ———-

  આ બરફ વર્ષા ગરમ પ્રદેશમાં કેમ શરુ કરી છે? 🙂

 2. એક વાત કહુ? હસવા માટે આ વાત સારી છે. પણ કોને ખબર કેમ મારી પ્રકૃતિ જ કાઈક એવી છે કે ગામ કરે તેમ ન કરવું. લતા બહેને એક સરસ વાત કહી હતી કે કોઈ કામ કરાવવાના ૩ રસ્તા છે.

  ૧. જાતે કરવું
  ૨. પૈસા આપીને કરાવવું
  ૩. બાળકોને તે કામ કરવાની ના પાડવી 🙂

  આ ત્રીજી વાત મને બંધ બેસે. કોઈ તેમ કહે કે આમ ન કરાય તો હું ધરાર પહોંચી જાઉ – પણ જો કોઈ કહે કે આમ કરાય તો કરે તે બંદા બીજા 🙂

  ઠંડા પ્રદેશોમાં તો અત્યારે બરફ વર્ષા ખરેખર થતી હોય એટલે તેઓ તેમના બ્લોગ પર હિમ પ્રપાત કરે તે વ્યાજબી ગણાય. એક બાજુ એસી ચાલુ કરવા પડે અને બ્લોગ પર બરફ વર્ષા – યે બાત કુછ હજમ નહીં હુઈ 🙂

  1. અત્યારે અહી એસી બંધ કરવા પડે છે અને પંખા પણ સ્લો સ્પીડ માં જ હોય છે. (ઘણીવાર બંધ પણ હોય છે.) અહી શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. એટલે મારા બ્લોગ પર પણ હિમવર્ષા શરુ થઇ ગઈ છે. 🙂

 3. ઓકે ઓકે – અમારે જ્યારે ઠંડી પડશે ત્યારે વળી હિમવર્ષાનું વિચારશું. જો કે ભાવનગરમાં એક વખત કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા બાકી અહીં ક્યારેય હિમ વર્ષા મેં જોઈ નથી.

  અહીં આવવાથી બરફ વર્ષા માણી શકાય છે. કરા ગમે ત્યારે પ્રતિભાવ બોક્ષ પર પડે છે અને ફરી ટાઈપ કરવું પડે છે 🙂

 4. આ જાસુદનું ફુલ? આ કરામત ક્યાં જઈને કરવાની છે? મધુવન પર મારે ય આવું કશુંક ગોઠવવું પડશે. ચીત્રની સાથે સાથે એકાદ મુક્તક કે કાવ્ય પંક્તિ યે ગોઠવી દેજો તો વાચકને નવીનતા લાગશે અને દર વખતે કશુંક નવું વાંચવા મળશે 🙂

 5. મને તો એવું લાગે છે કે ….
  1. આજે મોટા થયા પછી ખબર પડે છે કે માતા-પિતા ની લગભગ ૯૫% વાત સાચી જ હતી… પણ મોટા ક્યારે થઇ ગયા ?? ( જયારે સંતાનોને આપણી વાત સાચી ન લાગે ત્યારે !! ) .. એટલે એમના મોટા થવાની રાહ આપણે ના જોવાય ખરૂંને ??
  2. વર્ડપ્રેસના તમામ બ્લોગ પર ફિમવર્ષા થઇ રહી છે … પોરબંદરમાં પખા હાલતા હોય, અમદાવાદમાં એસી કે વલસાડમાં વરસાદ એમને શું ફરક પડે છે ??? 🙂

  1. અખિલભાઈ,
   મુલાકાત બદલ આભાર.
   માતા-પિતા ની આગળ આપણે ક્યારેય મોટા થતા જ નથી. (ભલે આપણે પોતે દાદા-દાદી થઇ જઈએ. માતા-પિતા આગળ તો હમેશ નાના જ 🙂 )
   આપણા બાળકો પણ આપણી આગળ ક્યારેય મોટા થવાના જ નથી.
   એટલે આ ચક્ર ચાલતું જ રહેવાનું. 🙂

 6. હા, પ્રીતિ આપની વાત બિલકુલ સાચી છે…. આપને પોતાને ઓળખીયે છીએ તેના કરતા માતા-પિતા ૭-૮ વર્ષ વધુ ઓળખે છે કારણ આપણે પોતાને સમજવા સીખા પછીથી ઓળખીયે છીએ પણ મમ્મી ને તો આપણને બોલતા નહતું આવડતું એ પહેલાની ખબર છે કે મારી દીકરીને દ્રાક્ષ ભાવે છે કેલા નથી ભાવતા….આ ગમે છે તે નથી ગમતું… વગેરે…

 7. પ્રિય પ્રીતિ બેન
  તમારી આ ઉમરમાં દીકરા દીકરીને શિખામણ આપી .મને એમ કેવાનું મન થઇ જાય છે કે તમે ખુબ માનવંતા સાસુ બનશો ,જમાઈના અને પુત્ર વધુના ધન્યવાદ હિંમત આતા

  1. મુલાકાત અને પ્રતિભાવ બદલ આપનો આભાર. હજી મારે જીવનમાં ઘણું શીખવાનું બાકી છે. આપ જેવા વડીલોના આશીર્વાદથી નવું નવું શીખતા રહીશું અને જીવનમાં ઉતારતા રહીશું.

 8. પ્રીતિબહેન, આપે વ્યક્ત કરેલ વિચાર મારા મન માં પણ ઘણા સમય થી ઘૂમ્યા કરે છે.
  ક્યારેક ઈચ્છા થાય કે માફી માંગવાનો મોકો મળે. પણ એ પણ મારે માટે શક્ય નથી.

  મારા જીવતા વડીલ તરફ એ ભૂલ ના થાય એમાટે પ્રયત્ન કરું છુ.

  અને આ સમજ ને લાગતું એક કાવ્ય રજુ કરું છુ.
  —————————————————-

  વીસ માં થી તું ત્રીશ થશે, બાળક તારો બાર થશે
  ત્રીશ માં થી ચાલીસ, અને, બાબો તારો બહાર જશે
  ચાલીસ, તું જ્યાં પચાસ જશે, પ્યાર તારો બાપ થશે
  સાહીઠ માં જ્યારે પ્રવેશ થશે, બેટો તારો ભાઈ થશે

  સિત્તેર પછીનું બાકી અંતર
  જનમો જનમ નું છે એક ચક્કર
  બાપ બને બેટા નો બેટો. બેટો, બાપ નો બાપ
  દીકરી મારી પરમેશ્વર, વહે એનો પ્રેમ, નિરંતર.

  ૦૨/૧૧/૨૦૧૧

 9. પ્રીતિબહેન

  ભૂતકાળ ટો નથી બદલાતો, પણ ભવિસ્ય બદલીશાકાય.

  મારા ત્રણ બાળકો ને મોટા કરવામાં એક ખાસ ધ્યાન રાખ્યું છે. બાળક ને એની ઉમર પ્રમાણે વર્તન અને ભૂલ નો મોકો આપ્યો છે. વડીલ ની દ્રષ્ટી થી એમને જોઈએ તો વારંવાર ભૂલ દેખાય. પણ બાળક ની ઉમર ને ધ્યાન માં રાખી એ તો એમનું વર્તન માન્ય લાગે છે.

  મારા ત્રણ હવે ૨૧-૨૫ ની ઉમર ના છે. તમે જે મુદ્દો અહીં રજુ કરયો છે, એ મારા બાળકો ને પણ સમજાવ્યો છે.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.