રંગબેરંગી માછલીઓ….
ઘણી વાર આપણી કલ્પના માં પણ ના હોય તેવા રંગની માછલીઓ જોવા મળે છે.
ઘણી માછલીઓ કદમાં નાની તો ઘણી વિરાટકાય હોય છે.
નાના હતા ત્યારે વડીલોની સાથે એક્વેરિયમ જોવા જતા. અને માછલીઓ જોઇને એમાં ખોવાઈ જતા.
હવે મોટા થયા એટલે એક્વેરિયમ જોવા જવાનો સમય ના મળે એટલે તેને ઘરમાં લાવીને બેસાડી દીધા. 🙂
અત્યારે વાસ્તુ માં એક્વેરિયમ નું મહત્વ હોવાને કારણે ઘણા ઘરોમાં એક્વેરિયમ જોવા મળે છે. સાથે એની સંભાળ અને દરકાર પણ એટલી જ લેવી પડે છે.
અત્યારે તો આ સ્લાઇડ શો માં જુદા જુદા એક્વેરિયમની મજા માણો.
અમે તો હજુ આજે ય માછલી ઘરમાં માછલી જોવાનું પસંદ કરીએ છીએ. ઘરે તો વૃક્ષો અને ફુલ છોડ ઉગાડવાનો આનંદ લઈએ:
બગીચાની યે સંભાળ તો લેવી પડે – તે આનંદ દાયક અને સ્વાસ્થ્ય વર્ધક હોય છે. માછલીને તરતી જોવી ગમે પણ ઘણી વખત સંભાળને અભાવે મરતી જોવી ન ગમે. એટલે વ્યસન અને માછલીઓ થી દૂર સારા. 🙂
ક્યાંક એવું વાંચ્યું છે કે માછલી ઘરમાં હોય તો સ્વાસ્થ્ય માટે સારી ગણાય છે.
હું માની ન લઉ – સાબિતી અથવા તો ઉદાહરણ આપો અથવા તો સાચો કીસ્સો જણાવો.
આ લિંક પર ક્લિક કરો
કે પછી આ લિંક પર ક્લિક કરો.
તમે માછલીને ઘરમાં લાવે પાર કરશો કે શું? સ્ત્રી હઠને તો બે હાથ જોડ્યા 🙂
😀
આપણા આનંદ માટે કોઇને કેદ કરવાની વાત જ ખોટી.
શ્રી પ્રીતિબહેન,
મસ્કતની મઝા માણી . ખુબ સરસ મનમોહક બ્લોગ અને સરસ ચિત્રો.
રંગીન માછલીઓ જોઈ મન પ્રફુલિત થયું.
આભાર
Mઇનક્ષીબેન અને અશ્વિન ભાઈ ની વાત સાથે સંમત છું .
કોઈ પ્રાણીને પાળો તો એને એવીરીતે રાખોકે એને કેદ જેવું નો લાગે .નહીતર પાલતું પ્રાણી કહેશે કે
મુજકો આઝાદ કરડે વો કૈદ કરને વાલે