દિવાળી મુબારક


 

 

દિવાળી આવે એટલે તે પોતાની સાથે કેટલું બધું લઈને આવે છે!!!

સૌથી પહેલા તો ઘરની સાફસૂફી થઇ જાય, પછી યાદ આવે નવી વસ્તુઓની ખરીદી, તે પતે એટલે દિવાળી દરમિયાન બનતા જાતજાતના મોમાં પાણી લાવે તેવા નાસ્તા તો કેમેય કરીને ના ભૂલાય.

બાળકોને અને યુવાનોને ખાસ ગમતા ફટાકડા. ગૃહિણીઓ કે ઘરની દીકરીઓ ઘરનું આંગણું રંગોળીથી સજાવી દે. આસોપાલવના તોરણ કે હવે તો રેડીમેડ મળતા તોરણ ઘરનું દ્વાર શોભાવતા હોય. 

આ બધાની સાથે ઘરમાં, ઓફિસમાં કે દુકાનમાં થતી પૂજા.

ભવિષ્યમાં કદાચ બધું બદલાઈ જશે પણ દિવાળી દરમિયાન થતી પૂજા કદાચ ક્યારેય બંધ નહિ થાય.

મને આ પાંચ દિવસ દરમિયાન જે પૂજા થાય છે એ ખુબ જ ગમે છે. એક અનેરો આનંદ આવે છે.

ચાલો, આ દિવસો દરમિયાન કંઈક અલગ કરવાનો પ્રયાસ કરીએ.

——————–

ધનતેરસ ના દિવસે આપણે લક્ષ્મીપુજા એટલે કે ધનની પૂજા કરીએ છે. આ દિવસે આપણે માતા લક્ષ્મી ની પૂજા ના બદલે ગૃહ-લક્ષ્મીની પૂજા ના કરી શકીએ? આપણાં ઘરની લક્ષ્મી – ઘરની વહુ – કે જે પોતાના માટે કઈ પણ વિચાર્યા વગર સંપૂર્ણ ઘરની જવાબદારી હસતા હસતા ઉઠાવે છે. દરેકની જરૂરિયાત પૂરી કરે છે. તો શું એક દિવસ એને પાટલા પર બેસાડીને એની પૂજા ના કરી શકીએ? ગૃહ-લક્ષ્મી આવા જ માન ની અધિકારી છે ને?

કાળીચૌદશ સાંજના સમયે ઘરમાંથી કકળાટ કાઢવાનો રીવાજ ચાલ્યો આવે છે. આ દિવસે આપણે આપણાં જીવનમાંથી – વેર-ઝેર, ઈર્ષા, અહંકાર, અહં, સ્વાર્થ – આ બધાનો ત્યાગ ના કરી શકીએ? આપોઆપ જ કકળાટ દુર થઇ જશે. મારા ખ્યાલ પ્રમાણે તો ફરી ક્યારેય કકળાટ કાઢવા જવાનો વારો જ ના આવે.

દિવાળી એટલે વર્ષનો છેલ્લો દિવસ. આવનારું વર્ષ સર્વના જીવનમાં સુખ શાંતિ લઈને આવે તેવી શુભેચ્છાઓ સાથે આપણે બધાને “દિવાળી મુબારક” કહીએ છીએ. ઘરનું આંગણું દીવા થી પ્રજ્વલિત કરી દઈએ છીએ. આ દિવસે લગભગ બધા ગામ કે શહેર રોશનીથી ઝળહળતા જોવા મળે છે. આ બધાની વચ્ચે કઈ કેટલાય એવા ગરીબો હશે જે કદાચ ભૂખ્યા પેટે સુઈ ગયા હશે. એવા ઘરોમાં શું આપણે થોડું જમવાનું અને દિવસ દીવો ના પ્રગટાવી શકીએ?

બેસતું વર્ષ હિંદુઓનું નવું વર્ષ. ઘરમાં આવનાર બધાનું હસતા મોઢે સ્વાગત કરાય છે. ચા-પાણી કે નાસ્તો અથવા તો છેવટે સાકાર ખવડાવીને પણ મોઢું મીઠું કરાવાય છે. મહેમાન ની સરભરા કરવામાં આવે છે. આ દિવસે આપણ ને નવાઈ લાગે એટલી સંખ્યામાં ગરીબ લોકો આપણે ત્યાં કંઈક ને કંઈક માગવા માટે ઉમટી પડે છે. આપણે દયા ખાઈને એક – બે ને કઈ આપીશું પણ પછી બધાને તુચ્છ્કારીએ છીએ. માત્ર આ એક દિવસ તેમની અવગણના કર્યા વગર થોડી થોડી પણ બને તો બધાની અપેક્ષા પૂરી કરી જોજો. કદાચ કંઈક કર્યાનો સંતોષ થશે. જો બની શકે તો…. આ ગરીબોનું પણ સ્વાગત કરજો.

ભાઈ બીજ ભાઈ ને બહેનનો તહેવાર. ભાઈ બહેનને ત્યાં જમવા આવે છે ને હોંશે હોંશે ભેટ પણ આપે છે. જો આપને ત્યાં અનાથઆશ્રમ કે વૃધ્દ્ધાશ્રમ હોય તો આ દિવસે ભાઈ-બહેન બંને ત્યાં જઈને તેમને જમાડી શકે છે. એવો સંતોષ મળશે કે તમારી જીંદગીમાં રહેલા તમામ દુઃખદર્દ ભુલાઈ જશે.

———————–

એક વખત આંખ બંદ કરીને વિચારી જોજો આ વાત પર. જો કંઈક સારું લાગે તો આને હકીકત બનાવજો. કંઈક કર્યાનો સંતોષ મળશે. ઘરે આવાનાર મહેમાન કદાચ તમારા મોઢા પર વખાણ અને તમારી પીઠ પાછળ નિંદા કરશે. પણ આવી વ્યક્તિઓને જો સંતોષ આપશો ને તેમના હૃદયમાંથી નીકળેલી દુવા તમને જીવનભરના ધનીક બનાવી દેશે.

પ્રયત્ન કરી જોજો. તમને પણ કંઈક અલગ કર્યાનો અહેસાસ થશે. કરી જોજો. સારું લાગશે.

 

45 thoughts on “દિવાળી મુબારક

 1. આપે દર્શાવેલી નવી રીતો ગમી. આવી રીતે વૈચારીક પ્રક્રિયાથી ધીરે ધીરે ચુઅક્તિ અને સમાજમાં પરિવર્તન જરૂર આવશે.

  આપને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙂

  વતનથી દૂર રહીને ઉત્સવોની ઉજવણી કેટલી દુષ્કર હોય છે તેનો મનેય આછો પાતળો અનુભવ છે. હવે એક આશ્વાસન છે અને તે નેટ – જગત.

  વતનથી દૂર રહેનારાઓ અહીં સાથે મળીને નેટ દિવાળી ઉજવી શકીએ

   1. હવે ચિત્તભ્રમજી મહારાજ કશુંક એવું સુચવે કે:

    સહુ કોઈ એક ચોક્કસ બ્લોગ કે સાઈટ પર જઈને એક નેટ દિવાળીની લખાયેલી પોસ્ટ પર જઈને પોતાના પ્રતિભાવ રુપી
    ટેટા ફોડે.

    જેને જેને ગમે તેણે તેને અભિનંદન આપવાના
    અને
    ન ગમે તો
    સુરસુરીયું
    તેમ કહીને આનંદ મનાવવાનો.

    આવું કશુંક થઈ શકે.

    આતો એક સજેશન છે – હજુ બીજા મિત્રોના સજેશન મળે તો કાઈક આ દિશામાં નક્કર કાર્યવાહી થઈ શકે 🙂

    ઘણી જાતના ફટાકડા હોય છે તો પ્રતિભાવને કેવા પ્રકારનો ફટાકડો છે તેના ઓપ્શન પણ આપી શકાય.

    તમને શું લાગે છે?

    કોઈક ઓર્ગેનાઈઝરો આ બાબતે રસ લે તો કશુંક થઈ શકે.

 2. || દિપાવલી અને નવવર્ષની હાર્દિક શુભકામનાઓ ||
  એક માન્યતા પ્રમાણે “ધનતેરસ” એ “ધન” સાથે નહીં પણ “ધનવન્તરી” કહેતાં આરોગ્ય શાથે સંકળાયેલ હોવાનું જણાયું છે.
  તો નવવર્ષે સૌ મિત્રોનાં આરોગ્ય અને સુખાકારીની પણ શુભકામનાઓ.

 3. himanshupatel555

  દિવાળીની શુભ કામના પાઠવું છું અને આગોત્રા સાલમુબારક પણ.
  નુતન વર્ષ સફળ અને સુહાકારી નીવડે તેવી તમને તમારા કુટુંબીજનોને તથા તમારા વાંચકોને પણ.

 4. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

  1. તમને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ.
   અનિવાર્ય સંજોગોને કારણે બ્લોગજગતથી દુર રહેવું પડ્યું. તેથી મારા તરફથી મોડા પ્રતિભાવ બદલ ક્ષમા માગું છું.

 5. હુએ લેખ આજે વાંચ્યો. સરસ જાણકારી, સારા વિચારો, શિખામણો અને શુભેચ્છાઓ ભરેલો લેખ, વાહ ! તમને અને બીજા સૌ વાચકોને નવું વરસ ફળે, એવી (મોડીમોડી) શુભેચ્છા સાથે મુબારક થાય.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.