ચીઝ રોલિંગ ફેસ્ટીવલ

 

 

 

ચીઝ…

આ નામ વાંચીને સૌથી પહેલા શું યાદ આવે?

સૌથી પહેલા તો નજર સામે ત્રિકોણ આકારમાં કાપેલ દૂધ માંથી બનાવેલ યમ્મી ચીઝ યાદ આવે. જેને જોતા જ મોમાં પાણી છૂટી જાય. નાના બાળકોને ખાસ. સાથે સાથે ચીઝી પીઝા કે ચીઝ ટોસ્ટ યાદ આવી જાય.

ચીઝના આ સ્વરૂપથી અલગ કંઈક નવું હમણાં હાથ લાગ્યું. વિચાર્યું બધા સાથે વહેચવાનું. 🙂 તો તમે પણ માણો ચીઝ કંઈક અલગ રીતે.

* * * * *

 “કુપર્સ હિલ ચીઝ રોલિંગ એન્ડ વેક”

 આ નામ છે આ ફેસ્ટીવલનું.

આ ફેસ્ટીવલ ઈંગલેન્ડ માં આવેલ ગ્લોસ્ટર ની નજીક કુપર્સ હિલ આવેલ છે, ત્યાં મનાવવામાં આવે છે.  અને આ ફેસ્ટીવલ નું નામ પણ તેના પરથી જ પડ્યું છે. આ ફેસ્ટીવલ લગભગ ૨૦૦ વર્ષ જુનો છે.

પરંપરાગત રીતે બ્રોક્વર્થ નામના ગામમાં આવેલ વ્યક્તિઓ દ્વારા અને એ ગામમાં વસતા નિવાસીઓ માટે જ આ ફેસ્ટીવલ મનાવવામાં આવતો હતો. પરતું હવે તેમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી વ્યક્તિઓ આવે છે અને તેની મજા માણે છે.

આ ફેસ્ટીવલ માં ટેકરીની ટોચ પરથી ડબલ ગ્લોસ્ટર ચીઝ  રગડાવવામાં આવે છે. અને ત્યાર બાદ તરત જ તે ચીઝ ના માલિક તેની પાછળ ભાગે છે ચીઝને પકડવા માટે. સૌપ્રથમ જે ફીનીશીંગ લાઈન પર પહોચી જાય છે તે વિજેતા બને છે.  

આ ફેસ્ટીવલ માટે વધુ જાણવું હોય તો નીચેની લિંક પર ક્લિક કરો. અને માણો મારી જેમ તમે પણ એક યમ્મી ફેસ્ટીવલ…. 🙂 🙂 🙂

ચીઝ રોલિંગ ફેસ્ટીવલ ના ફોટા

ચીઝ રોલિંગ ફેસ્ટીવલ ની માહિતી  

ચીઝ રોલિંગ ની ઓફીસીઅલ સાઈટ