ચાંદની…

 

 

 

આજે તો ચાંદ

વાદળ ઓઢીને આવ્યો

“તારી ચાંદની ક્યાં?”

પૂછ્યું તો કહે

ચાંદ

કદી એકલો હોય?

ચાંદની વગર ચાંદ કેવો?

ને

એણે 

વાદળિયો ઘૂંઘટ

ધીરે રહીને હટાવ્યો

ને

નીકળી આવી ચાંદની

તારલે મઢી

ઓઢણી ઓઢીને…!!!