સુરજ


 

 

વહેલી સવારે

દવાજો ખખડ્યો

ખોલીને જોયું તો

ફરીથી

એ આંગણે આવીને ઉભો

જોઈ એને આવ્યો ગુસ્સો

કેટલીવાર એને કહ્યું

“રોજ આમ કેમ સતાવે?”

પણ

એ મારું સાંભળે ક્યાં…!!!

ફરિયાદ મારી અવગણી

રોજની જેમ જ

એ હસી પડ્યો

ને

ઘાસ પર પથરાયેલ

ઝાંકળ બિંદુઓ પર

પોતાનો

કુણો તડકો વેરી દીધો

ને

ભરી દીધું

આંગણું મારું

અનેક

મોતીઓથી…

 

32 thoughts on “સુરજ

   1. હાથમાં કઈ આવે કે ના આવે અને હાથ ભીના થવાની ચિંતા કર્યા વગર કોઈક દિવસ એ ઝાકળિયા મોતી પણ વીણી જોજો. ખુબ જ મજા આવશે. 🙂

   2. ફુલ વીણવા જાઉ છું ત્યારે બા માટે દૂર્વા યે લાવવાની હોય – અને તે દૂર્વા પર આ ઝકળીયા મોતી પડ્યા જ હોય છે. તેથી રોજ હાથ ભીના થાય છે અને મજા યે આવે છે 🙂

 1. ખુબજ સુંદર . પાલનપુર નિ શાળા માં અમારા બીપીનભાઈ સાહેબ, કુદરત વીસે સુંદર ગીતો ગાતા. તમને ગમશે. સમય મળે મોકલી આપીશ. (વર્ષા ને વાદળી, આવી આવી ને ચાલી જાય રે) (રે મન ઉડી ઉડી જાને સાગર પાર) (વાદળી નીલ ગગન માં ઝુકી , પૂજવા શ્રાવણ મેઘ. શ્રી ચરણે શિર નામી કરતી, અંતર નો અભિષેક).(આજ શ્રાવણ ઓચ્છવ આને, સોના પામરી ઉડે રે)

  તમારી આ રચના વાંચી ને જલ્દી માં કંઇક લખ્યું છે. વાંચી ને, અભિપ્રાય આપશો તો ગમશે.

  વાદળ અને સુરજ

  આ બે જણ નિ જોડી છે ભલી,
  એક આવે તો બીજો છોડે ગલી

  ચાલ તો જુઓ બન્ને નિ
  ઠાવકી, ને વળી ચમકેલી
  આવકારે આવે નહિ
  અને, માંગીએ, તો મટકેલી

  પ્રેમ પણ જુઓ બેઉ નો
  આંખમિચોલી ખેલે ઘડી ઘડી
  ઇનકાર અને ઈકરાર નિ વચ્ચે
  કરતાં રહે મસ્તી

  ના રહે હસ્તી, એક વિના બીજા નિ
  પણ જો રહે સાથે, તો ના રહે હસ્તી

  તન રહ્યા જુદા પણ મન માં છે મસ્તી
  સંગ માં જ રહી, ને વસાવે છે વસ્તી

  આંગણે પધારે તો, છે સંગ બેઉનો
  એક જો દે બુંદ તો બીજો દે મોતી

  જનક ૦૯/૦૮/૨૦૧૧

 2. બીજું કંઇક:

  હું અમેરિકા માં છું. પણ અહીં બેઠે, ફેસબુક ના માધ્યમ થી એક ટોળી બનાવી છે. બાકીના ૧૦+ સાથીઓ ઇન્ડિયા છે.
  મારી લાંબા સમય થી એક ઈચ્છા હતી કે સમૂહ કાવ્યો લખવાની એક ટોળી બનાવું

  શરૂઆત કરી છે. પેલો વિસય છે, “કવિતા ના જન્મ પેલા લેખક નિ મુસાફરી”.

  જોડાવા વિનંતી કરું છું.

  વિચાર હોય તો લીંક મોકલી આપીશ. મઝા આવશે એનું વચન. મસ્તીવાળા અને રમુજી છીએ, પણ very serious about poetry.

  JANAK DESAI

  diamond1070@MSN.COM
  908-723-0792

  https://www.facebook.com/Janak.M.Desai

  https://www.facebook.com/pages/%E0%AA%AE%E0%AA%B3%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5/206912946034000

 3. થોડા ફેરફાર સાથે:

  વાદળ અને સુરજ

  આ બે જણ નિ જોડી છે ભલી,
  એક આવે તો બીજો છોડે ગલી
  ચાલ તો જુઓ બન્ને નિ
  ઠાવકી, ને વળી ચમકેલી
  પામરી ને ભીંજવે, ને વળી કરે સોનેરી
  આવકારે આવે નહિ
  અને, માંગીએ, તો મટકેલી
  ક્યારેક કરે પ્રેમ, વળી ગુસ્સા થી ભરેલી
  પ્રેમ પણ જુઓ બેઉ નો
  આંખમિચોલી ઘડી ઘડી
  ઇનકાર અને ઈકરાર નિ વચ્ચે
  મસ્તી થી ભરેલી
  ના રહે હસ્તી, એક વિના બીજા નિ
  પણ જો રહે સાથે, તો ના રહે હસ્તી
  તન રહ્યા જુદા પણ મન માં છે મસ્તી
  સંગ માં જ રહી, ને વસાવે છે વસ્તી
  આંગણે પધારે તો, છે સંગ બેઉનો
  એક જો દે બુંદ તો બીજો દે મોતી

 4. બહેનશ્રી. પ્રીતિબહેન

  આપની કલમથી ” મા સરસ્વતિ ‘ ની કૃપાથી

  મોતીની ધારા વહેતી જોઈ આનંદ થયો આવી

  અનેક રચનાઓ આપ દ્વારા રચાય તેવી અભ્યર્થના

  કિશોર પટેલ

 5. મેહુલ જોષી

  અરે આટલો સુંદર બ્લોગ ને મુલાકાત લેવા માં આટલું મોડું થયું…….માફ કરજો…..બહુ મજા આવી………ને આ તો ખાસ ગમ્યું………..મુંહ કી બાત સુને હરકોઈ દિલ કે દર્દ કો જાને કૌન
  આવઝો કે બાઝારો મેં ખામોશી પેહ્ચાને કૌન

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.