સુરજ

 

 

વહેલી સવારે

દવાજો ખખડ્યો

ખોલીને જોયું તો

ફરીથી

એ આંગણે આવીને ઉભો

જોઈ એને આવ્યો ગુસ્સો

કેટલીવાર એને કહ્યું

“રોજ આમ કેમ સતાવે?”

પણ

એ મારું સાંભળે ક્યાં…!!!

ફરિયાદ મારી અવગણી

રોજની જેમ જ

એ હસી પડ્યો

ને

ઘાસ પર પથરાયેલ

ઝાંકળ બિંદુઓ પર

પોતાનો

કુણો તડકો વેરી દીધો

ને

ભરી દીધું

આંગણું મારું

અનેક

મોતીઓથી…