અવાજ… કંઈક તૂટયાનો

 

 

વિચારોના વમળમાં

અટવાયેલી હું

ઘણી દુર ચાલી નીકળી હતી

ત્યાં જ

કંઈક અવાજ થયો

જાણે કઈ તૂટી ગયું હોય એવો

ઘરનો ખૂણે ખૂણો જોયો  

કઈ દેખાયું નઈ

ઘરની બહાર જોયું

ત્યાં પણ કઈ તૂટ્યા જેવું નહોતું

તો કંઈક તૂટ્યું ક્યાં?

પાંપણ પર અશ્રુ નું એક ટીપું

આવીને

બેસી ગયું

ત્યારે જાણ્યું

એ તો

દિલ તૂટ્યું હતું