ચાલો, કોઈ કવિતા લખીએ
કોઈ મજાની કોઈ આનંદની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી હસતી થોડી રમતી વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી સુખની થોડી દુઃખની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી સ્મિતની થોડી આંસુની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી વેદના થોડી સંવેદનાની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી અંધારાની થોડી અજવાળાની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
સૂર્ય ચંદ્ર ને તારા કેરી વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી ફૂલની થોડી કંટકની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી માનવની થોડી દાનવની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી જન્મની થોડી મૃત્યુની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
વગર કારણની કોઈ વાત લખીએ
બસ, એમ જ….
કોઈ કવિતા લખીએ