અમારી ઓફીસ માં એક વ્યક્તિ છે…. શાહિદ ચાચા…. લગભગ ૩૪ વર્ષ થયા એમને આ ઓફિસમાં…મારા આ ઓફિસમાં આવ્યા પછી મેં એમને ચા-કોફી બનાવતા જ જોયા છે. મારો ને એમનો પરિચય માત્ર એક વર્ષનો. અને એ પણ કેવો? સવારે ક્યારેક ગુડ મોર્નિંગ તો બપોરના સમયે સલામ… આનાથી વધારે નહિ. પણ હા હમણાથી સવારના તેમના ગુડ મોર્નીગ અને બપોરના સલામની આદત પડી ગઈ હતી. સવારે ને બપોરે ઓફિસમાં પ્રવેશતા આંખો એમને શોધતી હોય. અને સામેથી એ અવશ્ય આવતા દેખાય.
અને આજે… એ નિવૃત્ત થઇ રહ્યા છે. આજે સાંજે એ પોતાના ઘરે પોતાના વતન પાકિસ્તાન જવા ઉપડી જશે. હવે પછી એ ગુડ મોર્નિંગ ને સલામનો સંબંધ અહી પૂરો થયો.
આ કવિતા શાહિદ ચાચાને અર્પણ…
આજ યાદ આવતો એ પહેલો દિવસ
સૌએ મારું સ્વાગત કર્યું
હાથ મિલાવી…
યાદ આવતો હું બધાને
જયારે પડતું મારું કામ
ઘણું કર્યું કામ
ન દિવસ જોયા ન રાત
ઘણી જોઈ ચડતી ને પડતી
ઘણાને હું ગમતો લાગ્યો
તો ઘણાને અળખામણો
વર્ષે વર્ષે માણસ બદલાતા
જોઈ બદલાતી લાગણી
અનેક આવ્યા ને ગયા
પણ હું તો રહ્યો અહીનો અહી….
કેટકેટલા વર્ષો વીત્યા
નથી એ પણ યાદ….
આજે આવી પહોચ્યો છેલ્લો દિવસ
પૂર્ણ થયું સઘળું કામ
પૂર્ણ થઇ સઘળી શિકાયતો
ને પૂર્ણ થયો સંબંધ પણ
સૌએ આજે હાથ મિલાવ્યા
સૌને કર્યા છેલ્લા સલામ
ભીની આંખે લીધી વિદાય
કારણ….
હું નિવૃત્ત થયો….