ચકલીનું એક બચ્ચું


 

 

ક્યાંકથી એક ચકલી આવી. આખા ઘરની મુલાકાત એણે લઇ લીધી. જાણે પોતાના માટે નવું ઘર ના શોધતી હોય!!! ભાઈ-બહેન એની પાછળ ફરે છે એની તો એને ક્યાં પડી હતી!!!! પાછી ફૂરરર કરતી ઉડી ગઈ. 

થોડીવાર પછી પાછી આવી. આ વખતે તો  જોડે માળો બંધાવાનો સામાન પણ લાવી. સાથે તેના બીજા જોડીદાર પણ ખરા જ!!!

પહોચી ગયો ચકલીઓનો સંઘ ટ્યુબલાઈટ પર. આમતેમ કરીને પોતાના તણખલા(માળો બંધાવાનો સામાન) વ્યવસ્થિત મુક્યા. મમ્મી – પપ્પા એ બહુ મથામણ કરી, ઘણીવાર તણખલા કાઢી નાખ્યા પણ ચકલીઓ એવી હઠીલી નીકળી કે થોડા દિવસમાં તો માળો બનીને તૈયાર પણ થઇ ગયો.

આ માળો તૈયાર થયો ઘર માલિકની પરવાનગી વગર. શું એકપણ વાર ચકલીઓને ઘર માલિકને પૂછવાની જરૂર નહિ લાગી હોય???

થોડા દિવસમાં તો એ માળામાં ચકલીઓના ઈંડા પણ આવી ગયા. પછી તો માળામાંથી બચ્ચાઓનો ચી ચી અવાજ પણ આવા લાગ્યો. ભાઈ બહેન તો આ જોઇને ખુશ થઇ ગયા. જોડે મમ્મી પપ્પા પણ ખુશ. 

ચકલીઓ રોજ બહાર જઈને તેમના બચ્ચા માટે ખાવાનું લઇ આવતી.  બચ્ચા થોડા મોટા થયા એટલે ચકલીઓ તેમને  ઉડતા શીખવાડવા લાગી.

બચ્ચા રોજ ઉડવાનું શીખતા હતા. ક્યારેક તો બચ્ચું શીખવામાં ને શીખવામાં ટ્યુબલાઈટ સીધું નીચે ટાઈલ્સ પર પડે. અને બચ્ચાના પગ ટાઈલ્સ લીસી હોવાને લીધે લપસી પડે. 🙂 

એ જોઇને ભાઈ – બહેનને કૌતુક થાય. અને હસી પડે ખડખડાટ….

એક દિવસ બચ્ચું એકલું હતું. ચકલી બહાર ગઈ હતી પોતાના બચ્ચા માટે જમવાનું લેવા. બચ્ચાને થયું હશે કે “આજે હું જાતે જ પ્રેક્ટીસ કરી લઉં”. પણ પ્રેક્ટીસ કરવા જતા બચ્ચું નીચે પડી ગયું.  ભાઈ – બહેને એ જોયુ અને એમના મનમાં દયા આવી ગઈ. નાના બચ્ચાને તેમણે હાથમાં લીધું. પપ્પાની મદદથી પાછું તેમના માળામાં ગોઠવ્યું.

થોડીવાર થઈને ચકલી પાછી આવી. પણ આ શું? ચકલી પોતાના બચ્ચાને જમાડતી નથી, ઉડતા પણ નથી શીખવાડતી. આમ કેમ થયું? ભાઈ-બહેન તો આ જોઇને ડઘાઈ જ ગયા.

ચકલી પોતાના બચ્ચાને છોડીને ચાલી ગઈ…. 😦

બચ્ચું એકલું પડી ગયું. હવે શું?

ભાઈ-બહેન રોજ બચ્ચાને જમાડે છે. ઘરમાં ઉડતા શિખવાડવાના પ્રયત્ન પણ કરે છે. પણ ભાઈ-બહેન કેટલું કરી શકવાના?  જે ચકલી કરી શકે તે ભાઈ-બહેન તો ના જ કરી શકે ને?

બસ આમ જ દિવસો પસાર થતા જાય છે. પણ બચ્ચું પૂરેપૂરું ઉડવાનું નથી શીખી શકતું.

એક દિવસ પપ્પાએ બચ્ચા ને ઘરની પાછળ વાડામાં છુટ્ટું મુક્યું જેથી કરીને બચ્ચું કુદરતી વાતાવરણ માં બીજા પક્ષીઓને જોઇને ઉડતા શીખી શકે.  

એવામાં એક કાગડો આવ્યો. જાણે એ રાહ જોઇને બેઠો હોય એમ  બચ્ચાને ઉપાડયુ.

પપ્પાએ કાગડાને રોકવાની ખુબ કોશિશ કરી પણ બધી નિષ્ફળ.

ને લઇ ગયો કાગડો ચકલીના બચ્ચાને….. 😦 😦 😦

ઘરમાં બધા જ સ્તબ્ધ.

ભાઈ-બહેન એ દિવસે ખુબ જ રડ્યા અને આખો દિવસ ખાધું પણ નહિ.

અફસોસ એટલો રહી ગયો કે “કાશ, બચ્ચાને બહાર ના કાઢ્યું હોત!!!!”

 

કદાચ વધુ પડતું લાગશે પણ આજે આ લખતા ફરીથી આંખ ભીની થઇ ગઈ.

18 thoughts on “ચકલીનું એક બચ્ચું

 1. પ્રાણીઓ અને પક્ષીઓ સાથે આત્મિયતા બંધાતા વાર નથી લાગતી. મનુષ્ય સાપેક્ષે તેમના જીવન અલ્પ હોય છે અને તેમના જીવન ચક્રો વિચિત્ર હોય છે. મોટા ભાગની સજીવ સૃષ્ટી (મનુષ્યેત્તર) અન્ય જીવો પર નભે છે. ઘણાં મનુષ્યો યે અન્ય જીવોનું ભક્ષણ કરે છે. શાકાહારી અને પ્રેમાળ વ્યક્તિઓને આ બધુ વધારે પડતુ લાગે પણ સૃષ્ટિમાં આવી ઘટનાઓ રોજિંદી છે. હા નજરે જોયાનું દુ:ખ થાય.

  થોડા દિવસ પહેલા ચાલવા ગયો તો બગીચામાં કબુતરો આંટા મારતા હતા. એક કુતરાએ એકાએક જપટ મારીને એક કબુતરને ઝડપી લીધું અને ક્ષણવારમાં તો પીંખી નાંખ્યું. મને અરેરાટી થઈ – સાથે સાથે વાસ્તવિકતા શું છે તે પણ અનુભવ્યું.

 2. એક એક તણખલુ ભેગુ કરીને કેટલી મહેનત પછી ચકલીઓ માળા બનવતી હોય છે.અને આપણે આ માળાને વિખેરતા જરા સરખો પણ વિચાર નથી કરતા. હવે તો ચક્લીઓ પણ સમજી ગઈ છે તેથી માનવજાત ને છોડી કોઈ અજાણી જગ્યાએ ચાલી ગઈ લાગે છે. વર્ષો પહેલા ચકલીઓ ઘર મા માળા કરવા આવતી હવે તો ચકલીઓ એ આવવાનુ બન્ધ કરી દીધુ છે.પ્રિતિબેન આપનો લેખ ખરેખર વિચારપ્રેરક છે.

 3. readsetu

  સાચી વાત છે. ઘરમાં રહેલા પ્રાણીઓ પ્રત્યે અનાયાસ સ્નેહપૂર્ણ લગાવ થઇ જાય છે. અમારા ઘરમાં રાખેલી બિલાડીને ત્રણ બચ્ચાં આવ્યાં. હવે ચારેય બિલાડીઓ ઘરની સભ્ય બની ગઇ પણ એ તો ચારે બાજુ ફરેય ખરી ને !! પડોશીઓની ગંભીર ફરિયાદ છે કે આ હવે અહીં ન જોઇએ !! અમારે એને ક્યાંક મૂકવા જવું જ પડશે.. દિલ દુભાય છે પણ…..
  અને એય યાદ આવ્યું કે અમદાવાદમાંથી તો ચકલીઓ અદ્ર્શ્ય થઇ ગઇ છે…
  લતા

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.