બ્લોગ… એક સોશ્યલ વેબસાઈટ…!!!!
બ્લોગ કેટલી બધી વ્યક્તિઓને નજીક લાવે છે. જાણ્યા અજાણ્યા સૌ એકબીજાની સાથે હળીમળી જાય છે.
દુર દુર બેઠેલી વ્યક્તિ પણ જાણે એકદમ નજીક લાગે છે.
અહી સંબંધો બંધાય છે, જળવાય છે અને ક્યારેક તૂટી પણ જાય છે.
કોઈ પોસ્ટ ચર્ચાય છે તો કોઈ માત્ર લાઈક થઇ જાય છે, અભિપ્રાયો આમ જ અપાય છે.
ક્યારેક કોઈની વાત હૃદયને અતિશય સ્પર્શી જાય છે, ક્યારેક દિલોદિમાગમાં એક તોફાન પેદા કરી દે છે.
ક્યારેક બ્લોગ ભર્યો ભર્યો તો ક્યારેક સાવ ખાલીખમ
અહી આપણે વિચારીને જવાબ આપીએ છીએ. એટલે સૌને ગમીએ છે.
ક્યારેક સમજીને જવાબ આપતા શાબ્દિક યુદ્ધ પણ થઇ જાય છે. 🙂
બ્લોગ જીવનના દરેક રંગોને આવરી લે છે
કવિતા, લેખ, નાટક, મુક્તક, સુવિચાર, ફોટા, ચિંતન એવી કઈ કેટલીય રીતે આપણી લાગણીઓ વ્યક્ત થાય છે.
અહી લાગણીઓ વહેચાય છે.
એકલતા અહી ખોવાઈ જાય છે. જાણે માણસનો અને શબ્દોનો મેળો જામ્યો…
બધાની સાથે હસાય છે, રડાય છે, ખુશ થવાય છે તો ક્યારેક દુઃખી પણ થઇ જવાય છે.
જાણે એક અલગ જીવન જીવાય છે અહી….
છે ને બ્લોગ નો જાદુ અજબનો…
બીલકુલ – બ્લોગનો જાદુ તો અજબ ગજબનો છે 🙂
હવે બુદ્ધિજીવીઓ બ્લોગના જાદુને ધતિંગ ગણીને લેખ ન લખે તો સારું 🙂
સાચી વાત છે. એમ થાય તો નવાઈ નહિ લાગે 🙂
અરે એમ ન થાય તો નવાઈ લાગશે તેમ કહો 🙂
yes 🙂 🙂 🙂
અહી લાગણીઓ વહેચાય છે.
એકલતા અહી ખોવાઈ જાય છે. જાણે માણસનો અને શબ્દોનો મેળો જામ્યો…
બધાની સાથે હસાય છે, રડાય છે, ખુશ થવાય છે તો ક્યારેક દુઃખી પણ થઇ જવાય છે.
જાણે એક અલગ જીવન જીવાય છે અહી….
છે ને બ્લોગ નો જાદુ અજબનો…
ખૂબ જ સરસ,સુંદર રચના
અખાનો એક છ્પ્પો પણ બ્લોગ જગત માટે કેટ્લો લાગુ પડે છે ?
“જ્ઞાનીનાં નોય ટોળાં ટોળ, મુક્તા નોય સર્વ ગજકપોલ;
શબ્દવેધિ જોધા કોય તંત, શંખ સકળ નોય દક્ષણાવંત(જમણેરી શંખ);
બહુમાં નિપજે કો એક જન, બાકી અખા રમાડે મન.”
સરસ રીતે અખાના છપ્પાની યાદ અપાવી દીધી.
મંતવ્ય બદલ આભાર 🙂
જાણે માણસનો અને શબ્દોનો મેળો જામ્યો…
સરસ…
મને લાગે છે કે વિચારો નો પણ મેળો ભરાય છે…!!!
જી હા, વિચારોનો પણ… 🙂
kyank duniya na ek khune besine bija khuna ni ek anjaan vyakti saathe sandhato setu …a blog …
સાચી વાત છે….
આપના બ્લોગમાં અજબ – ગજબનો જાદુ છે.
ખુબજ સરસ મજાનો ખજાનો છે.
thank you Kishorbhai
એકદમ સાચી વાત….
hmmmmmmmm……………… 🙂
સરસ… રચનાઓ….આપના બ્લોગ પરથી હમેશા કૈક નવીન વાંચન મળી રહે છે…
આભાર વંદનાજી
“ક્યારેક સમજીને જવાબ આપતા શાબ્દિક યુદ્ધ પણ થઇ જાય છે.” મારે આ વાક્ય બહુ લાગુ પડે છે . મારે ખોટું સહન થતું નથી અને સામે વાળાને સાચું સાબદાતું નથી ….