બ્લોગ… એક સોશ્યલ વેબસાઈટ…!!!!

 

 

બ્લોગ… એક સોશ્યલ વેબસાઈટ…!!!!

બ્લોગ કેટલી બધી વ્યક્તિઓને નજીક લાવે છે. જાણ્યા અજાણ્યા સૌ એકબીજાની સાથે હળીમળી જાય છે.

દુર દુર બેઠેલી વ્યક્તિ પણ જાણે એકદમ નજીક લાગે છે.

અહી સંબંધો બંધાય છે, જળવાય છે અને ક્યારેક તૂટી પણ જાય છે.

કોઈ પોસ્ટ ચર્ચાય છે તો કોઈ માત્ર લાઈક થઇ જાય છે, અભિપ્રાયો આમ જ અપાય છે.

ક્યારેક કોઈની વાત હૃદયને અતિશય સ્પર્શી જાય છે, ક્યારેક દિલોદિમાગમાં એક તોફાન પેદા કરી દે છે.  

ક્યારેક બ્લોગ ભર્યો ભર્યો તો ક્યારેક સાવ ખાલીખમ

અહી આપણે વિચારીને જવાબ આપીએ છીએ. એટલે સૌને ગમીએ છે.

ક્યારેક સમજીને જવાબ આપતા શાબ્દિક યુદ્ધ પણ થઇ જાય છે. 🙂

બ્લોગ જીવનના દરેક રંગોને આવરી લે છે

કવિતા, લેખ, નાટક, મુક્તક, સુવિચાર, ફોટા, ચિંતન એવી કઈ કેટલીય રીતે આપણી લાગણીઓ વ્યક્ત થાય છે.

અહી લાગણીઓ વહેચાય છે.

એકલતા અહી ખોવાઈ જાય છે. જાણે માણસનો અને શબ્દોનો મેળો જામ્યો…

બધાની સાથે હસાય છે, રડાય છે, ખુશ થવાય છે તો ક્યારેક દુઃખી પણ થઇ જવાય છે.

જાણે એક અલગ જીવન જીવાય છે અહી….

છે ને બ્લોગ નો જાદુ અજબનો…