કાગળને કલમનો સથવારો લીધો
શબ્દોએ સાથ નિભાવ્યો
ને એણે સ્વરૂપ ધર્યું
રચાઈ ગઈ કવિતા
વાંચી તો લાગ્યું કંઈક ખૂટતું
નથી સ્પર્શતી કવિતા મનને
કાગળ, કલમને મારા શબ્દો
છે અતિસુંદર
તો આમ કેમ થયું?
એકદમ સ્મિત રેલાઈ ગયું
ચહેરા પર
બધું જ હતું કવિતામાં
પણ
નહોતી તો માત્ર
લાગણીઓ….!!!!!