૬૫ માં સ્વતંત્રતા દિવસે


મારા થોડા વિચારો આજના સ્વતંત્રતા દિને…

– ગઈકાલે આજતક પર અન્ના હજારે ને બોલતા સાંભળ્યા. તેઓએ પોતાની જાતને કોઈ પણ પરિસ્થિતિને પહોચી વળવા તૈયાર કરી દીધા છે.

– આજે ભ્રષ્ટાચાર માટે સતત લડી રહેલ અન્ના હજારેને જેલમાં જવું પડે તેવી સ્થિતિ છે.

– મોઘવારી પાર વગરની છે.

– સરકારી ક્ષેત્રે કે ખાનગી ક્ષેત્રે કઈ પણ કામ કરાવવું હોય તો લાંચ આપવી પડે છે.

– સ્કુલમાં બાળકોને ભણાવવા હોય તો ઊંચું ડોનેશન અથવા ફી ભરવી પડે છે. જેને સૌ કોઈ પહોચી નથી વળતું.

– સરકારને પોતાના ખિસ્સા ભર્યા સિવાય બીજું કઈ દેખાતું નથી.

– સામાન્ય નાગરિક પણ “આ કામ સરકારનું છે” એમ કહીને ગંદકી, ભ્રષ્ટાચાર, શિક્ષણ જેવી અનેક બાબતોમાંથી હાથ અધ્ધર કરી લે છે.

– સામાન્ય નાગરિકનો જેમ હક છે તેમ તેની દેશ પ્રત્યે પણ કેટલીક ફરજો છે.

દુઃખ એ વાતનું છે કે આપણે ફરજ ભૂલી જઈએ છે, આપણને યાદ રહે છે તો માત્ર હક.

– શું આનું જ નામ આઝાદી છે?

– શું આપણે ખરેખર આઝાદ છીએ ખરા?

– શું મહાત્મા ગાંધી અને શહીદોએ અપાવેલી સ્વતંત્રતાને લાયક આપણે છીએ ખરા?

આજે દેશમાં જે કઈ ચાલી રહ્યું છે તે બધાની વચ્ચે પણ આપણે સ્વતંત્રતા દિવસ મનાવી શકીએ છીએ તે વાતનું મને અચરજ છે.

ખેર, જેમણે આપણને આઝાદી અપાવી તેમના માનમાં પણ આપણે સ્વતંત્રતા દિવસ મનાવવો જ રહ્યો.

આજે અહી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ફિલ્મનું ગીત મારા તરફથી.

કદાચ એમાં આપણે ભારતીયો કેવા છીએ એનો થોડો અણસાર આવી જશે.

——————————

હમ લોગો કો સમજ સકો તો સમજો દિલબર જાની

જીતના ભી તુમ સમજોગે ઉતની હોગી હૈરાની

અપની છત્રી તુમકો દે દે કભી જો બરસે પાની

કભી નયે પેકેટમેં બેચે તુમકો ચીઝ પુરાની

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

 

થોડે અનાડી હૈ થોડે ખિલાડી

રુક રુક કે ચલતી હૈ અપની ગાડી

હમે પ્યાર ચાહિયે

ઔર કુછ પૈસે ભી

હમ ઐસે ભી હૈ

હમ હૈ વેસે ભી

હમ લોગો કો સમજ સકો તો સમજો દિલબર જાની

ઉલટી સીધી જૈસી ભી હૈ અપની યહી કહાની

થોડી હમમે હુશિયારી હૈ

થોડી હૈ નાદાની

થોડી હમમેં સચ્ચાઈ હૈ

થોડી બેઈમાની

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

 

આંખો મેં કુછ આંસુ હૈ કુછ સપને હૈ

આંસુ ઔર સપને દોનો હી અપને હૈ

દિલ દુખ હૈ લેકિન ટૂટા તો નહિ હૈ

ઉમ્મીદ ક દામન છુટા તો નહિ હૈ

હમ લોગો કો સમજ સકો તો સમજો દિલબર જાની

થોડી મજબૂરી હૈ લેકિન થોડી હૈ મનમાની

થોડી તુ તુ મૈ મૈ હૈ ઔર થોડી ખીચા તાની

હમ મેં કાફી બાતે હૈ જો લગતી હૈ દિવાની

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

H A P P Y

I N D E P E N D E N C E

D A Y

 

 

Advertisements

8 thoughts on “૬૫ માં સ્વતંત્રતા દિવસે

 1. આજે દેશના આમ નાગરીકે સત્તાસ્થાને બેઠેલા ભ્રષ્ટ લોકો સામે ન્યાયપૂર્ણ કાયદા માટે ઉપવાસો કરવા પડે છે અને જેલમાં જવાની તૈયારી રાખવી પડે છે તે દુ:ખદ છે – તો સાથે સાથે આમ આદમી આટલો જાગૃત થયો તેનો આનંદ પણ છે.

  જ્યારે ભારતની પ્રજા એક થઈને કરેંગે યા મરેંગેની અણ્ણાજી જેવી ખુમારી બતાવશે ત્યારે તે દિવસ દુરનહીં રહે કે રાજકારણીઓ ખીસ્સા ભરવાને બદલે દેશની પ્રજાના હિત માટે કાર્ય કરતાં થશે.

  • મારા મત પ્રમાણે આઝાદી પહેલા આપણે અંગ્રેજો સામે લડ્યા અને આઝાદી પછી પોતાની વ્યક્તિઓ સામે જ લડત ઉભી કરવી પડી છે.
   એ સમય બહુ જલ્દી આવી જશે એવી જ આશા.

 2. પ્રીતીબેન, તમારા વિચારો વાંચ્યા. તમારી જેમ મારા અને અન્ય ઘણા ના દિલ માં એક બળતરા છે. આજે સાંજે જ આ વિસય માં કઈંક વિચારો કવિતા રૂપે ઉતારી ને પોસ્ટ કર્યા છે. તમારી આ પોસ્ટ વાંચી ને એમ લ્લાગ્યું કે આ જ વિચારો મે પણ વ્યક્ત કર્યા છે.

  મારા એક મોટા ભાઈ એ વર્ષો પહેલા મને કહ્યું હતું કે જ્યાં શુધી માણસ પેટ બારી શકે ત્યાં સુધી એ બળવો નહિ કરે. અને બળવો ના થ્ય ત્યાં સુધી સરકાર નહિ સુધરે.

  એ વિચરો, અન્ના ને સારેગામાપ માં સાંભળીને, તાજા થયા. એટલેજ લખ્યું કે “गाँधी बन जा तू”.

  • દરેક ભારતીય નાગરિકે પોતાની અંદર રહેલી બળતરાને બહાર કાઢીને સામુહિક લડત ચલાવવાની જરૂર છે,

 3. તમારા બધાની બળતરા સાચી છે પણ પહેલ કોણ કરશે અન્ના કે અન્ય કોઈ?! અને એ વાત અમેરિકામાં
  ઇન્ડિયન એમ્બસી માટે પણ એવી જ સાચી છે એ બધાં પણ બેદરકાર થઈ ગયા છે એમને અહીં મારવા જેવા જ છે, પણ શરુઆત કોણ કરે??આપણને બીજાઓ પર ઢોળી દેવાની કુટેવ છે…

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s