૬૫ માં સ્વતંત્રતા દિવસે

મારા થોડા વિચારો આજના સ્વતંત્રતા દિને…

– ગઈકાલે આજતક પર અન્ના હજારે ને બોલતા સાંભળ્યા. તેઓએ પોતાની જાતને કોઈ પણ પરિસ્થિતિને પહોચી વળવા તૈયાર કરી દીધા છે.

– આજે ભ્રષ્ટાચાર માટે સતત લડી રહેલ અન્ના હજારેને જેલમાં જવું પડે તેવી સ્થિતિ છે.

– મોઘવારી પાર વગરની છે.

– સરકારી ક્ષેત્રે કે ખાનગી ક્ષેત્રે કઈ પણ કામ કરાવવું હોય તો લાંચ આપવી પડે છે.

– સ્કુલમાં બાળકોને ભણાવવા હોય તો ઊંચું ડોનેશન અથવા ફી ભરવી પડે છે. જેને સૌ કોઈ પહોચી નથી વળતું.

– સરકારને પોતાના ખિસ્સા ભર્યા સિવાય બીજું કઈ દેખાતું નથી.

– સામાન્ય નાગરિક પણ “આ કામ સરકારનું છે” એમ કહીને ગંદકી, ભ્રષ્ટાચાર, શિક્ષણ જેવી અનેક બાબતોમાંથી હાથ અધ્ધર કરી લે છે.

– સામાન્ય નાગરિકનો જેમ હક છે તેમ તેની દેશ પ્રત્યે પણ કેટલીક ફરજો છે.

દુઃખ એ વાતનું છે કે આપણે ફરજ ભૂલી જઈએ છે, આપણને યાદ રહે છે તો માત્ર હક.

– શું આનું જ નામ આઝાદી છે?

– શું આપણે ખરેખર આઝાદ છીએ ખરા?

– શું મહાત્મા ગાંધી અને શહીદોએ અપાવેલી સ્વતંત્રતાને લાયક આપણે છીએ ખરા?

આજે દેશમાં જે કઈ ચાલી રહ્યું છે તે બધાની વચ્ચે પણ આપણે સ્વતંત્રતા દિવસ મનાવી શકીએ છીએ તે વાતનું મને અચરજ છે.

ખેર, જેમણે આપણને આઝાદી અપાવી તેમના માનમાં પણ આપણે સ્વતંત્રતા દિવસ મનાવવો જ રહ્યો.

આજે અહી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ફિલ્મનું ગીત મારા તરફથી.

કદાચ એમાં આપણે ભારતીયો કેવા છીએ એનો થોડો અણસાર આવી જશે.

——————————

હમ લોગો કો સમજ સકો તો સમજો દિલબર જાની

જીતના ભી તુમ સમજોગે ઉતની હોગી હૈરાની

અપની છત્રી તુમકો દે દે કભી જો બરસે પાની

કભી નયે પેકેટમેં બેચે તુમકો ચીઝ પુરાની

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

 

થોડે અનાડી હૈ થોડે ખિલાડી

રુક રુક કે ચલતી હૈ અપની ગાડી

હમે પ્યાર ચાહિયે

ઔર કુછ પૈસે ભી

હમ ઐસે ભી હૈ

હમ હૈ વેસે ભી

હમ લોગો કો સમજ સકો તો સમજો દિલબર જાની

ઉલટી સીધી જૈસી ભી હૈ અપની યહી કહાની

થોડી હમમે હુશિયારી હૈ

થોડી હૈ નાદાની

થોડી હમમેં સચ્ચાઈ હૈ

થોડી બેઈમાની

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

 

આંખો મેં કુછ આંસુ હૈ કુછ સપને હૈ

આંસુ ઔર સપને દોનો હી અપને હૈ

દિલ દુખ હૈ લેકિન ટૂટા તો નહિ હૈ

ઉમ્મીદ ક દામન છુટા તો નહિ હૈ

હમ લોગો કો સમજ સકો તો સમજો દિલબર જાની

થોડી મજબૂરી હૈ લેકિન થોડી હૈ મનમાની

થોડી તુ તુ મૈ મૈ હૈ ઔર થોડી ખીચા તાની

હમ મેં કાફી બાતે હૈ જો લગતી હૈ દિવાની

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

H A P P Y

I N D E P E N D E N C E

D A Y