વર્ષો પછી આજે…
એ જ આનંદ થયો
એ જ ખુશી થઇ
એ જ લાગણી અનુભવી
એ જ લગન જાગી
એ જ એહસાસ થયો
જોતી જ રહી ગઈ
ખોવાઈ તારામાં
થંભી ગયું સમસ્ત ને
થંભી ગયો શ્વાસ પણ
ને અચાનક
સ્વપ્ન તૂટી ગયું,
રડી પડી આંખો ચોધાર આંસુએ
ત્યારે જાણ્યું
કે તારા હોવાનો એહસાસ
એ તો માત્ર ભ્રમ હતો…
કોઈ પણ ભ્રમ ભાંગે ત્યારે આનંદ થવો જોઈએ કે દુખ?
તેનો આધાર જેને ભ્રમ થયો છે તેમજ કઈ વાત પર થયો છે તેની પર છે.
સુખ કે આનંદના ભ્રમથી જે અનુભવાતું હતુ તે ભ્રામક હતું તો તે ભ્રમ છુટી ગયો તો જે સુખ કે આનંદ ગયો તે પણ ભ્રામક સુખ કે ભ્રામક આનંદ જ ગયોને? વાસ્તવિકતામાં તો તેવું સુખ કે આનંદ હતો જ નહીં.
જેમ કે કોઈ રાજા સ્વપ્નમાં ભીખારી બન્યો તેનું દુ:ખ થયું અથવા તો ભીખારી સ્વપ્નમાં રાજા થયો તેનું સુખ થયું અને સ્વપ્ન તુટતા તે ચાલ્યું ગયું તો તેમાં વાસ્તવિક શું હતુ?
એટલું જ કહીશ કે ભ્રમ ને ભૂલી જવું સારું.
ભ્રમ છે એમ સમજાઈ જાય પછી તેમાં મમત્વ રહે જ નહીં – ખ્યાલ આવે કે આ દોરડી છે અને સાપ નથી તો પછી ડર રહે ખરો?
છતાં ઘણા લોકો વારંવાર એકના એક બીહામણા સ્વપ્ના જોતા હોય છે અને વારંવાર ભ્રમીત થતા હોય છે તેમને આપની આ વાત ખરેખર ઉપયોગી થાય કે ભ્રમને ભુલી જવું જ સારું.
આજે જરા ગંભીર વિષય છેડ્યો છે નહીં?
કોઈક દિવસ ગંભીર વિષયની પણ મજા છે. 🙂
હા 🙂
તમારી રચના સામે થોડી રચનાઓ અહીં મુક્ત છું. યોગ્ય લાગે તો સરખામણી કરીને વિચારો જણાવવા વિનંતી:
૧૮ થી ૮૧
સ્વપ્નું આવ્યું
થયું સાકાર
લીધા આકાર
ઘણું એ પામ્યું,
મન થી માણ્યું
ને આવ્યો વિચાર !,
થયું સાકાર?
આ તે કેવો વિચાર !
પ્રેમ ! શું છે !!!!?
નાં જાણ્યું જે, જાણ્યું હવે.
ઉમર નો છે સહકાર
ઉમર ને છે અધિકાર
આશા ના રહે પ્રેમ નિ હવે,
દીધા માં જ વસે ઘરબાર
૦૮/૧૩/૨૦૧૧
મન હતું ઉદાસ એક દી
વ્હાલા ને મળીશ કોઈ દી?
જુલાઈ, ૨૦૧૧
खैर है, आई समझ, कल नहीं तो आज ही सही
आएगी काम, ये समझ, आज नहीं तो कल ही सही
कहा है किसीने ,भगवान के घर, देर है अंधेर नहीं
सोचते रहेना प्राणी, सोच में है जो, और कहीं नहीं
જનક – ०९/२४/२०११
બહુજ સરળ, પણ ગ્રંથ સમાઈ ગયો છે આ ચંદ પંક્તિઓ માં.. !!
જનકભાઈ,
મુલાકાત બદલ ઘણો આભાર.
આપની રચનાઓ ઘણી સરસ અને ઊંડા વિચારોમાં મૂકી દે તેવી છે.
સરખામણી કરવી મને યોગ્ય જણાતી નથી. બસ, આપણાં દિલમાં કોઈ વિચાર હોય તો તેને કાગળ પર સોરી બ્લોગ પર ટપકાવી દઈએ એટલે આપણું દિલ મન જીવન હળવું 🙂